________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પતિ આજે મારા પર કેમ આટલા ગુસ્સે થયા હશે? મેં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી. અહિત વિચાર્યું પણ નથી. તો પછી મારો હિતશત્રુ કોણ હશે?” રાતભર તે રોતી રહી. વ્યથા-વેદનાની કાળી રેખાઓ એના ગોરા મુખ પર અંકિત થઈ ગઈ.
પ્રભાતે મેં એને જોઈ. એ મારી પાસે જ આવતી હતી. આવતાની સાથે મેં એને છાતીસરસી ચાંપી અને એના માથે હાથ ફેરવીને પૂછયું: “શું વાત છે? કેમ આટલો બધો વિષાદ? શા માટે રડવાનું? શું થયું?” આ બધું મારું જ કપટ હતું. ભાઈના પ્રેમની પરીક્ષા કરવા જતાં મેં મારી બંને ભાભીઓને ખૂબ દુઃખી કરી, ખૂબ રંજાડી.
ભાભીએ બધી વાત કરી. મેં એને આશ્વાસન આપીને ધીરજ બંધાવી. ભાઈ ધનાવહ પાસે જઈને એને ઠપકો આપ્યો. સાચી વાત સમજાવી... ધનાવહને પોતાની ભૂલ સમજાઈ. એ શરમાઈ ગયો.
૦ ૦ ૦. અલબત્ત, ભાઈઓ અને ભાભીઓનો મારા ઉપર પ્રેમ વધી ગયો. તે લોકો સરળ હતાં. મારાં પર અગાધ વિશ્વાસ ધરાવતાં હતાં, પરંતુ મેં જે કપટ કર્યું... ભાઈઓને ઉદ્વેગ કરાવ્યો, ભાભીઓ પર ખોટાં કલંક મૂકી, એમને ખૂબ દુઃખી કરી, ભાઈભાભીઓ વચ્ચે શંકાની ખાઈ ખોદી એ બધાંથી મેં તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું. એ વખતે તો નહોતું સમજાયું. એ વખતે તો “મારા ભાઈઓનો મારા પર અવિચલ સ્નેહ છે.' આ વાત પર હું ખૂબ ખુશ થઈ હતી. મારી ભૂલ મને નહોતી સમજાઈ. આજે સમજાય છે એ ભૂલ. એટલું જ નહીં, મેં જે તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું, એનું ફળ મેં સારી રીતે ભોગવ્યું છે.”
મહારાજા અમરસેને પૂછ્યું: “હે ભગવતી, પછી શું થયું?'
કેવળજ્ઞાની સાધ્વીજીએ કહ્યું: ‘પછી કેટલાંક વર્ષ વીત્યાં. એક દિવસ સમાચાર મળ્યા કે નગરમાં સાધ્વીજી ચન્દ્રકાન્તા પધાયાં છે. અનેક સાધ્વીઓ એમની સાથે છે. મને ખૂબ આનંદ થયો. મેં મારા ભાઈઓ અને ભાભીઓને કહ્યું: “આપણે સહુ સાથે સાધ્વીજીને વંદન કરવા જોઈએ.”
સહુ તૈયાર થઈ ગયાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં. સાધ્વીજીને વંદન કરી, વિનયપૂર્વક અમે એમની પાસે બેઠાં. સાધ્વીજીએ મને ઓળખી લીધી. મેં એમની પાસે જ ગૃહસ્થધર્મનાં વ્રતોનો સ્વીકાર કર્યો હતો. તેઓએ અમને સહુને સંબોધીને ધર્મનો ઉપદેશ આપ્યો.
મહાનુભાવો, આ શાશ્વત જીવનમાં શાશ્વત ધર્મની આરાધના કરી લેવી જોઈએ.
શ્રી સમરાદિત્ય મહાકથી
૧૧
For Private And Personal Use Only