________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવતી, ધન સાર્થવાહની આ પુત્રી છે. તેનું નામ “ગુણશ્રી' છે. પાપકર્મના ઉદયથી, કર્મોની વિચિત્ર પરિણતિના કારણે લગ્ન થતાં જ એ વિધવા બની છે. તેનું મન વિરક્ત બન્યું છે. તે વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. ધર્મના વિવિધ નિયમો સ્વીકારે છે. આ રીતે પોતાનાં તન-મનને એણે પવિત્ર રાખ્યાં છે. હે ભગવતી, આપના આગમનને જાણી, પિતાની અનુમતિ લઈ, આપને વંદના કરવા આવી છે. હું એની સખી છું.”
સાધ્વી ચન્દ્રકાન્તાએ મધુર સ્વરે કહ્યું: “ગુણશ્રી, આ સંસાર જ દુઃખરૂપ છે. સંસારમાં સુખ છે જ નહીં. તારા હૃદયમાં વૈરાગ્યનો દીવો પ્રગટ્યો છે. તેં તપશ્ચર્યાના ચરણે જીવન ધરી દીધું છે, એ ઘણું સારું થયું છે. તારો મહાન ભાગ્યોદય સમજ કે તને ધર્મઆરાધના કરવાની તારા માતા પિતાએ સ્વતંત્રતા આપી છે. આવાં પરમાર્થદર્શી માતા-પિતા મળવાં દુર્લભ હોય છે આ સંસારમાં, માટે શ્રેષ્ઠ ધર્મપુરુષાર્થ કરી લે. ભલે વૈધવ્ય દુ:ખનું કારણ કહેવાતું હોય, પરંતુ વિરક્ત હૃદયની સ્ત્રી માટે વૈધવ્ય, આત્મકલ્યાણ સાધી લેવાનું કારણ બને છે. પૂર્વજન્મોનાં ઉપાર્જન કરેલાં સૌભાગ્યદુર્ભાગ્ય કર્મોના કારણે આ જન્મમાં સૌભાગ્ય કે વૈધવ્યની પ્રાપ્તિ થાય છે.
હે ભદ્ર, તારું તન વિષયભોગથી અપવિત્ર બન્યું નથી, તારું મન પણ વિષયવાસનાથી કલુષિત બન્યું નથી. તારાં તન-મન નિર્મળ છે, પવિત્ર છે, ઉજ્જવલ છે; તો એવાં તન-મનથી મહાન ધર્મપુરુષાર્થ કરી લે, જો તારા ભાવ ઉલ્લસિત થતા હોય અને માતા-પિતાની આજ્ઞા મળતી હોય તો સર્વવિરતિમય સાધ્વીજીવન સ્વીકારવું જોઈએ. જો એટલા ઊંચા ભાવ, વિશુદ્ધ ભાવ ના જાગતા હોય તો સમકિતમૂલક બાર વ્રતો સ્વીકારી, ગૃહસ્થધર્મનું સુંદર પાલન કરવું જોઈએ.’
સાધ્વીજીએ મને એક ઘટિકાપર્યત ધર્મોપદેશ આપ્યો. મેં તન્મય બનીને, આનંદથી સાંભળ્યો. મને બાર વ્રતમય ગૃહસ્થધર્મ સ્વીકારવાની ઈચ્છા થઈ. મેં સાધ્વીજીને મારી ઈચ્છા કહી. - સાધ્વીજી પાસે ૧૨ વ્રત અંગીકાર કરી, સખીની સાથે ઘેર આવી. એ દિવસે મેં ખૂબ ધન્યતા અનુભવી.
૨e
:
શીદ
૧009
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only