________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતા.
આ જ ભરતક્ષેત્રમાં ‘શંખવર્ધન’ નામનું નગર હતું. ત્યાં શંખપાલ નામના રાજા તે રાજાનો અતિ પ્રિય-બહુમાન્ય ‘ધન’ નામનો સાર્થવાહ હતો. તે સાર્થવાહની પત્નીનું નામ ધન્યા હતું. તેમના બે પુત્રો હતા. તેમનાં નામ હતાં, ‘ધનપતિ’ અને ‘ધનાવહ', એક પુત્રી હતી, તેનું નામ ‘ગુણશ્રી’ હતું.
મહારાજા, એ ‘ગુણશ્રી' એ જ હું પોતે! હજુ મારો યૌવનમાં પ્રવેશ નહોતો થયો, હું વિષયભોગમાં અજાણ હતી ત્યારે જ મારા પિતાએ તે જ નગરમાં ‘સોમદેવ’ સાથે મારાં લગ્ન કરી દીધાં હતાં. હજું હું બાલ્યકાળમાં જ હતી. લગ્ન પછી એક વર્ષમાં જ મારા પતિ સોમદેવનું મૃત્યુ થઈ ગયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું મન નિરાશામાં ડૂબી ગયું. સંસારનાં સુખો પ્રત્યે મનમાં વિરક્તિ આવી ગઈ. મને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા.
* સ્વજનોનો સમાગમ સ્વપ્ન જેવો છે.
* સંયોગનું પરિણામ વિયોગ છે.
* આ સંસાર દુઃખોથી ભરેલો છે,
* સંસારમાં કોઈ વસ્તુનો મોહ ન કરવો.
આવા આવા વિચારો આવતા. મેં વિવિધ તપશ્ચર્યાઓ કરવા માંડી. પરમાત્માની ભક્તિમાં મનને જોડવા માંડ્યું. એ અરસામાં અમારા શંખવર્ધન નગરમાં ‘ચન્દ્રકાન્તા’ નામનાં પ્રવર્તિની સાધ્વી પધાર્યાં. મને સમાચાર મળ્યા. મને ઈચ્છા થઈ આવી કે હું એ સાધ્વીજીનાં દર્શન કરું. મેં મારી સખી ભાગ્યશ્રીને વાત કરી. ભાગ્યશ્રીની સાથે હું ઉપાશ્રયે ગઈ. પહેલાં જિનમંદિર હતું, તેની પાછળ ઉપાશ્રય હતો. અમે બંનેએ દેરાસરમાં પ્રવેશ કર્યો. ઘંટ વગાડ્યો. દીવા કર્યાં. પુષ્પવૃષ્ટિ કરી, પરમાત્માનું પૂજન કર્યું. ધૂપ પ્રગટાવ્યો અને સ્તવના કરી.
એ બધી પૂજા કરીને અમે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. મેં સાધ્વીને જોયાં.
* મનોહર રૂપ છતાં નિર્વિકારી!
* કલાઓમાં નિપુણ છતાં નિરભિમાની!
* સાક્ષાત્ સરસ્વતીદેવી
શ્રાવિકાઓને તેઓ ધર્મોપદેશ આપતા હતા. અમે બંનેએ જઈને સાધ્વીજીને નમસ્કાર કર્યાં. તેમણે ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. હું એમની પાસે જઈને બેઠી. મારી સખી ભાગ્યશ્રી મારી પાછળ બેઠી. સાધ્વીજીએ મારી સામે જોઈને પૂછ્યું.
‘ભાગ્યશાલિની!, ક્યાંથી આવો છો?’
‘હે ભગવતી, અહીંથી જ આવી છું.’ એ વખતે મારી સખી ભાગ્યશ્રીએ કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૦૫
For Private And Personal Use Only