________________
Shri Mahavir Jain Aradhana Kendra
* તેજસ્વી આંખો,
* સંમોહક વ્યક્તિત્વ'
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ ભગવતી સાધ્વીને અભિનંદન આપ્યા. સુવર્ણનાં પુષ્પોથી વધાવ્યાં અને સુગંધી ધૂપથી ઉવેખ્યાં. બે હાથની અંજલી રચી, મસ્તકે લગાડી અને રાજાએ સાધ્વીનાં ચરણોની આગળ જમીન પર પડી પ્રણામ કર્યાં. સાધ્વીએ ધર્મલાભ’ ના આશીર્વાદ આપ્યા. રાજા અને પરિવાર સહુ સાધ્વીની સન્મુખ બેઠા. પ્રજાજનો પણ રાજપરિવારની પાછળ વિનયપૂર્વક બેસી ગયા.
કેવળજ્ઞાની સાધ્વી ધર્મોપદેશ આપવાનો પ્રારંભ જ કરતાં હતાં, તે જ સમયે બે સાર્યવાહપુત્રો બંધુદેવ અને સાગર, તેમની પત્નીઓ સાથે ત્યાં આવ્યા. સાધ્વીને પ્રણામ કર્યાં. સાગરે વિનયપૂર્વક સાધ્વીને કહ્યું: ‘હે ભગવતી, મેં ગઈ કાલે એક અતિ અદ્ભુત, અસંભાવ્ય અને આપને પણ આશ્ચર્ય થાય એવી ઘટના દેખી! મારું હૃદય એ ઘટના જોયા પછી અત્યારે પણ ગદ્ગદ થઈ રહ્યું છે. એ ઘટનાનો જ્યાં સુધી હું પરમાર્થ ના જાણું ત્યાં સુધી મને ચેન પડવાનું નથી. મારા મનનું સમાધાન થવાનું નથી. જો આપ આજ્ઞા આપો તો એ ઘટના કહી બતાવું!'
મહારાજા અમરસેને પૂછ્યું: ‘સાર્થવાહપુત્ર, એવી અદ્ભુત ઘટના શી છે?' સાગરે ભગવતીની સામે જોયું. સાધ્વીની અનુમતી મળી જતાં, મહારાજા સામે જોઈને કહ્યું:
‘મહારાજા, ઘણાં વર્ષો પૂર્વે મારી પત્નીનો હાર ખોવાયો હતો. ઘણી શોધ કરવા છતાં એ હાર મળ્યો ન હતો. પછી તો હું એ વાત ભૂલી ગયો. પરંતુ ગઈ કાલે મધ્યાહ્ન સમયે હું ભોજન કરીને મારી ચિત્રશાળામાં ગયો, ચિત્રશાળામાં ભીંતો ઉપર અનેક પશુ-પક્ષીનાં ચિત્રો છે. સ્ત્રી-પુરુષોની અનેક કામમુદ્રાઓનાં ચિત્રો છે... પહાડો અને નદીઓનાં ચિત્રો છે.’
ભીંત ઉપર, મારા પલંગની પાસે એક મોરનું સુંદર ચિત્ર છે... હું પલંગ પાસે ઊભો હતો. ત્યાં મેં પેલા ચિત્રના મોરને શ્વાસોચ્છ્વાસ લેતો જોયો. તેણે એની ડોક નીચી નમાવી, પાંખો ફફડાવી... પીંછા ફેલાવ્યાં... પલંગ પર ઊતર્યો! નાચવા લાગ્યો અને પલંગ પાસે પડેલી લાલ વસ્ત્રવાળી છાપડીમાં હાર મૂક્યો! અને પુનઃ એ ચિત્રમાં અંતર્ધાન થઈ ગયો. મેં તરત જ એ ચિત્ર પર હાથ ફેરવ્યો. પણ ચિત્રમાં કોઈ હલનચલન ના થયું. હું અનિમેષ નયને એ ચિત્રને જોઈ રહ્યો. મારા વિસ્મયનો પાર નહોતો. મારા મનમાં ઘણા પ્રશ્નો ઊઠ્યા.
* વર્ષો પહેલાં ખોવાયેલો હાર, આમ અચાનક કેવી રીતે મળી આવ્યો?
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
9003