________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘હે રાજપુરુષ, આજે નગરની મધ્યમાં જે ઉપાશ્રય છે, તે ઉપાશ્રયમાં બિરાજમાન ‘ગુણશ્રી’ નામના સાધ્વીને ‘કેવળજ્ઞાન’ પ્રગટ થયું છે! એ શ્રેષ્ઠ જ્ઞાનનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. દેવલોકમાંથી દેવદેવીઓ ઊતરી આવ્યાં છે અને વૈતાઢ્ય પર્વત ઉપરનાં નગરોમાંથી વિદ્યાધર સ્ત્રી-પુરુષો આવી ગયાં છે. અમે પણ નગરવાસીઓ એ જ્ઞાનોત્સવ ઊજવવા ઉપાશ્રયે જઈએ છીએ!' પ્રતિહારીએ બે હાથ જોડીને પ્રણામ કર્યાં અને તે પાછો રાજમહેલમાં આવ્યો. રાજા અમરસેનને બધી વાત કરી. અમરસેનનું ચિત્ત હર્ષિત થયું. તેમણે રાજમહેલમાં પરિવારને કહેવડાવી દીધું કે ‘સહુની સાથે હું ઉપાશ્રયે જાઉં છું. કેવળજ્ઞાની બર્નેલાં સાધ્વીને વંદન-અભિવાદન કરી કૃતાર્થ થઈશ.'
તરત જ પરિવાર તૈયાર થઈ ગયો. રાજા-રાણી રથમાં ગોઠવાયાં. રાજકન્યાઓ બીજા રથમાં બેઠી. દાસ-દાસીઓ પગે ચાલવા લાગી. સહુ ઉપાશ્રયની પાસે આવ્યાં. આગળ દેરાસર હતું અને પાછળ ઉપાશ્રય હતો.
આગળનો ભાગ સ્ફટિક-પાષાણથી જડેલો હતો. સુવર્ણનું કલાત્મક તોરણ હતું. મંદિરનો અંદરનો ભાગ પણ સુશોભિત હતો. તળભૂમિમાં સ્ફટિક-રત્નો જડેલાં હતાં. સુવર્ણના સ્તંભો હતા. એ સ્તંભો પર રજતની નૃત્ય મુદ્રાવાળી પૂતળીઓ ગોઠવેલી હતી. પૂતળીઓનાં ગળામાં લાલ પરવાળાંઓની માળા હતી. દેરાસરની ત્રણ બાજુ ઝરૂખા હતા. તેમાં સુવર્ણની ઘૂઘરીઓ લટકાવેલી હતી. તેજસ્વી વિવિધ મણિઓ ઝરૂખાના કલાત્મક સ્તંભમાં જડેલા હતા. મંદિરમાં શુદ્ધ સુવર્ણની પ્રતિમાઓ બિરાજિત કરેલી હતી. મહારાજા અમરસેન પરિવાર સહિત મંદિરમાં ગયા. ત્યાં પ્રતિમાઓને વંદના કરી. ધૂપપૂજા કરી, દીપકપૂજા કરી અને ત્યાંથી તેઓ ઉપાશ્રયમાં
ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાશ્રય પણ સુશોભિત હતો. દીવાલો પર સ્ફટિકરત્નો જડેલાં હતાં. સુવર્ણના સ્તંભો હતા. તળભૂમિ સ્ફટિક જેવા ઉજ્વલ પથ્થરોની બનેલી હતી. પરંતુ મહારાજાનું ધ્યાન ઉપાશ્રયની શોભા તરફ ન હતું. તેઓની દૃષ્ટિ, ઉપાશ્રયના વિશાળ ખંડમાં સુવર્ણકમળ ઉપર આરૂઢ કેવળજ્ઞાની બનેલાં સાધ્વીજી તરફ હતી. મહારાજા પ્રથમ દર્શને જ સ્તબ્ધ થઈ ગયા.
૧૦૦૨
‘આ તો જાણે સાક્ષાત્ લક્ષ્મી દેવી જ છે! કેવી સૌમ્યમુદ્રા છે! મુખ ઉપર આવીને જાણે ચન્દ્ર બેસી ગયો! ચારે બાજુ આર્યાઓ અને શ્રાવિકાઓ બેઠી છે!
ઉજ્જ્વલ-શ્વેત વસ્ત્રો. * કૃશદેહ.
* લાલ હોઠ
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો