________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રનો મોર જીવંત કેવી રીતે થયો? મોરની પાસે હાર કેવી રીતે ગયો?
પાછો મોર ચિત્રમાં કેવી રીતે સમાઈ ગયો? “ભગવતી! મેં અનેક વિચાર કર્યો. હું કંઈ પણ સમાધાન ના પામી શક્યો. આ ઘટનાની વાત મેં કોઈને નથી કરી. જો વાત કરું તો લોકો મને ગાંડો જ માને! કોઈ મારી વાત માને જ નહીં.
આજે જ્યારે મને ખબર પડી કે ભગવતી સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રગટ થયું છે, મારા હૃદયમાં આપના પ્રત્યે ભક્તિભાવ પ્રગટ થયો અને મને પૂર્ણજ્ઞાની સાધ્વીજી પાસેથી સમાધાન પ્રાપ્ત થશે.” એ ભાવનાથી હું અહીં આવ્યો.”
મહારાજાએ સાધ્વીજી સામે જોઈને કહ્યું: “ભગવતી! ખરેખર આ ઘટના અદ્ભુત છે! ક્ષણભર ન માની શકાય એવી છે, છતાં સત્ય છે! આ ઘટનાનું રહસ્ય આપનાથી છાનું નથી. પ્રગટ કરવા કૃપા કરો..' સાધ્વીજીએ સૌમ્ય, શીતલ અને ગંભીર વાણીમાં કહ્યું :
સાર્થવાહપુત્ર, કર્મપરિણતિ આગળ કંઈ જ અદ્દભુત નથી. કંઈ પણ અસંભાવ્ય નથી. જીવે પોતે ઉપાર્જન કરેલાં, બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ગમે તે બની શકે છે! અશુભ કર્મોનો ઉદય થાય ત્યારે પાણીની જગ્યાએ અગ્નિ જોવા મળે છે! ચન્દ્રની હાજરીમાં અંધકાર પ્રસરી જાય. મહેલમાં રહેનારાઓનું સર્વસ્વ ચાલ્યું જાય અને અણધાર્યો ધરતીપ થઈ જાય. આકાશમાંથી અણધાર્યો અગ્નિ વરસે!
સાગર, નીતિ અનીતિ બની જાય અને મિત્રો શત્રુ બની જાય છે. અર્થ પણ અનર્થ કરનાર બની જાય.'
જો શુભ કર્મોનો ઉદય થાય તો શત્રુ મિત્ર બની જાય છે. ઝેર અમૃત બની જાય છે. દુર્જન સજ્જન બની જાય છે. અપયશ થશમાં બદલાઈ જાય છે. દુર્વચન સુવચન બની જાય છે. કલ્પના બહાર એ જીવને મહાનિધાન મળી આવે છે.”
મહારાજા અમરસેને વિનયથી પૂછ્યું: “હે ભગવતી, આ સાર્થવાહપુત્રે જોયેલી ઘટનામાં કોના કર્મનો ઉદય છે?”
સાધ્વીજીએ કહ્યું: “રાજન, આ ઘટના સાથે હું પોતે સંકળાયેલી છું.” આ સાંભળી રાજાને આશ્ચર્ય થયું. સાથે સાથે બંને સાર્થવાહપુત્રો અને એમની પત્નીઓનું પણ આશ્ચર્ય વધી ગયું. ઉપસ્થિત અન્ય પ્રજાજનોની જિજ્ઞાસા પણ વધી ગઈ. સાધ્વીજીએ ધીરગંભીર વાણમાં ઘટનાનું રહસ્ય ખુલ્લું કરવા માંડ્યું.
ઘણા કાળ પૂર્વેની વાત છે. ૧008
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only