________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સમયની આ વાત છે કે જ્યારે પૂજનીય સાધુ-મુનિરાજો અને સાધ્વીવૃન્દ ઉચ્ચતમ આધ્યાત્મિક ભાવોમાં રમણતા કરતાં હતાં અને તેમને કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થતો હતો,
એ કાળે, કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા દેવલોકના દેવો આ પૃથ્વી પર ઊતરી આવતાં હતાં. હજારો-લાખો દેવોથી આકાશમાર્ગ અવરુદ્ધ થઈ જતો હતો.
દેવો કલાત્મક સુવર્ણકમળની રચના કરતાં હતાં અને કેવળજ્ઞાની મહાત્માને સુવર્ણકમળ પર આરૂઢ થઈ, ધર્મદેશના આપવા વિનંતી કરતાં હતાં.
ભૂત-ભાવિ અને વર્તમાનકાળની એકેએક વાતને પ્રત્યક્ષ જોનારા અને જાણનારા કેવળજ્ઞાની મહાત્મા ત્યાં ધર્મનો ઉપદેશ આપતા. દેવો અને મનુષ્યો શાન્તિથી અને આંતરિક ધર્મસ્નેહથી પ્લાવિત ચિત્તથી તે ધર્મોપદેશ સાંભળતા અને તેઓને જો જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થતી તો પ્રશ્નો પણ પૂછતા. કરુણાવંત એ મહાત્મા પ્રશ્નોના જવાબ આપતા, ભૂતકાળના જન્મોનાં પાનાં ખોલતા! ભવિષ્યની આશ્ચર્યકારી વાતો બતાવતા. પ્રશ્ન પૂછનારના મનનું સમાધાન થઈ જતું હતું અને એનો જીવનપ્રવાહ બદલાઈ જતો હતો.
એ કાળની આ વાત છે કે જ્યારે પુરુષોમાં સરળતા હતી. ગુણાનુરાગ હતો, બુદ્ધિચાતુર્ય હતું, રૂપ અને લાવણ્ય હતું. શૂરવીરતા હતી અને પરોપકારવૃત્તિ હતી.
એ સમયની આ વાત છે કે જ્યારે સ્ત્રીઓ ગુણ-રૂપ અને બુદ્ધિના ત્રિવેણીસંગમ રૂપ હતી. કામદેવની કલાકૃતિઓ હતી. તેમાંય ચંપાનગરી એ કાળે આવાં સ્ત્રીપુરુષોના સમુદાયથી ગૌરવવંતી હતી. એવી ચંપાનગરીમાં એક દિવસ, પ્રભાતના સમયે એક સાધ્વીને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવ-દેવીઓના આગમનથી આકાશમાર્ગ પ્રકાશિત થયો. જય-જયારવનો શુભ કોલાહલ નગરમાં ઊછળ્યો. નગર પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. વિદ્યાધરપત્નીઓએ ગીત અને નૃત્ય આરંભી દીધાં.
ચંપા રાજ્યના રાજા અમરસેને પાસે ઊભેલા પ્રતિહારીને કહ્યું: “આ બધું શું છે? આ શાનો મહોત્સવ છે? કોને ત્યાં મહોત્સવ છે?” પ્રતિહારીએ મહારાજને પ્રણામ કયાં, તે રાજમહેલની બહાર આવ્યો. સુંદર અને મૂલ્યવાન વસ્ત્રો પહેરીને રાજમાર્ગ પરથી પસાર થતા શ્રેષ્ઠીઓને તેણે મહોત્સવનું કારણ પૂછ્યું. એક શ્રેષ્ઠીએ રાજાના પ્રતિહારીને ઓળખ્યો. તેણે મધુર ભાષામાં કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧000
For Private And Personal Use Only