________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૭ * આ જે વિવિક્ત - કર્મલંક રહિત, નિર્ભય અને નિરામય (નિર્વિકાર) અંતરંગ (અધ્યાત્મ ) જ્યોતિ છે તે પરમ તત્ત્વ છે, તેનાથી ભિન્ન બીજું બધું ઉપદ્રવ છે. ૯૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, ચૂલિકા અધિકાર, શ્લોક- ૩૩) * કર્મના ઉદયનો વિપાક (ફળ) જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે તે મારા સ્વભાવો નથી; હું તો એક જ્ઞાયકભાવ છું. ૯૪.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૧૯૮)
*
*
*
* જેવી રીતે ઘાસ, લાકડાં, વાંસ અથવા જંગલનાં અનેક બંધન આદિ અગ્નિમાં બળે છે, તેમના આકાર ઉપર ધ્યાન દેવાથી અગ્નિ અનેક રૂપ દેખાય છે, પરંતુ જો માત્ર દાહકસ્વભાવ ઉપર દષ્ટિ મૂકવામાં આવે તો સર્વ અગ્નિ એકરૂપ જ છે, તેવી જ રીતે જીવ (વ્યવહારનયથી ) નવતત્ત્વોમાં શુદ્ધ અશુદ્ધ, મિશ્ર આદિ અનેકરૂપ થઈ રહ્યો છે; પરંતુ જ્યારે તેની ચૈતન્યશક્તિ પર વિચાર કરવામાં આવે છે ત્યારે (શુદ્ધનયથી ) અરૂપી અને અભેદરૂપ ગ્રહણ થાય છે. ૯૫.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવઢાર, પદ- ૮) * “હું એકલો છું.” આ પ્રકારની બુદ્ધિથી અદ્વૈત તથા “હું કર્મ - સંયુક્ત છું.” આ પ્રકારની બુદ્ધિથી દ્વત થાય છે. આ બંનેમાંથી પ્રથમ વિકલ્પ (અદ્વૈત) અવિનશ્વર મુક્તિનું કારણ અને દ્વિતીય વિકલ્પ (દ્વૈત) કેવળ સંસારનું કારણ છે. ૯૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાલત, શ્લોક-૪૫) * જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી, ક્ષયોપશમભાવનાં સ્થાનો નથી, ઔદયિકભાવનાં સ્થાનો નથી કે ઉપશમ ભાવનાં સ્થાનો નથી. ૯૬.
( શ્રી કુંદકુંદાચાર્યદેવ, નિયમસાર, ગાથા-૪૧) * નવતત્ત્વોમાં જે આ સ્વસંવેદન પ્રત્યક્ષનો વિષય ચૈતન્યાત્મક અને જીવસંજ્ઞાવાળો છે તે હું ઉપાદેય છું તથા આ મારાથી ભિન્ન પૌગલિક રાગાદિભાવ બધાય ત્યાજ્ય છે. ૯૮.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૪૫૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com