________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૪૫ * હે સંસારી જીવો! જેને તમે કહો છો કે આ અમાં ધન છે, તેને સજ્જનો, જેવી રીતે નાકનો મેલ ખંખેરી નાખવામાં આવે તેમ છીડો દે છે અને પછી ગ્રહણ કરતાં નથી. જે ધન તમે પુણ્યના નિમિત્તે મેળવ્યું કહો છો તે દોઢ દિવસની મોટાઈ છે અને પછી નરકમાં નાંખનાર છે અર્થાત્ પાપરૂપ છે, તમને એનાથી આંખોનું સુખ દેખાય છે તેથી તમે કુટુંબીજનો વગેરેથી એવા ઘેરાઈ રહો છો જેવી રીતે મીઠાઈ ઉપર માખી ગણગણે છે. આશ્ચર્યની વાત છે કે આટલું હોવા છતાં પણ સંસારી જીવો સંસારથી વિરક્ત થતાં નથી. સાચું પૂછો તો સંસારમાં એકલી અશાતા જ છે. ક્ષણમાત્ર પણ શાતા નથી. ૨૪૩.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, બંધ દ્વાર પદ-૪૪) * હે યોગી ! તેં ડાબી બાજુને જમણી બાજા બધે ઇન્દ્રિયવિષયોરૂપી ગામ વસાવ્યું, પણ અંતરને તો સૂનું રાખ્યું. ત્યાં પણ એક બીજું (ઇન્દ્રિયાતીત) ગામ વસાવ. ૨૪૪.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૮૧)
* * * * આશારૂપ અલંધ્ય અગ્નિમાં ધનાદિરૂપ ધંધનના ભારા નાખીને તે આશારૂપ અગ્નિને પ્રતિપળે વધારીને તેમાં નિરંતર બળવા છતાં પોતાને શાંત થયો માનવો એ જ ખરખર જીવનો અનાદિ વિભ્રમ છે. ૨૪૫.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૮૫) * પંડિતો સમતાભાવને સમસ્ત શાસ્ત્રોનો સાર બતાવે છે. તે સમતાભાવ કર્મરૂપી મહાવનને ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે. ૨૪૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વ સપ્તતિ, શ્લોક-૬૮) * આ જિન-વચનરૂપી ઔષધ વિરેચન કરનારું છે, ભવ્ય જીવોને અમૃત સમાન છે, જિનવચનના સેવનથી ભવ્ય જીવ અમર બને છે. માટે આ જિન-વચનરૂપી ઔષધ જરા-મરણનું નાશક છે. દીર્ધ-કાળ સુધી રહેવાવાળા રોગ અને અકસ્માત ઉત્પન્ન થવાવાળી વ્યાધિને જિન-વચન તત્કાળ નષ્ટ કરે છે. સર્વ દુઃખોનો નાશ કરીને મુક્તિ – સુખ આપે છે. માટે હે મુનિ! આવા જિન-વચનરૂપી ઔષધનું તું સતત સેવન કર. ૨૪૭.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, અધિ. – ગાથા-૯૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com