________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૦૫
પરમાગમ – ચિંતામણિ)
* જેમની ધર્મધ્યાનરૂપ અગ્નિમાં સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણે વૃક્ષ બળી ગયા છે, જેમની સુદૃષ્ટિ આગળ ઉદયરૂપી કૂતરાં ભસતાં ભસતાં ભાગી જાય છે, તેઓ જ્ઞાનરૂપી હાથી ઉપર બેઠેલાં છે. તેથી કર્મરૂપી ધૂળ તેમના સુધી પહોંચતી નથી. જેમના વિચારમાં શાસ્ત્રજ્ઞાનની લહેરો ઊઠે છે, જે સિદ્ધાંતમાં પ્રવીણ છે, જે આધ્યાત્મિક વિદ્યાના પારગામી છે, તેઓ જ મોક્ષમાર્ગી છે – તેઓ જ પવિત્ર છે, સદા આત્મઅનુભવનો રસ દઢ કરે છે અને આત્મ-અનુભવનો જ પાઠ ભણે છે. ૧૬૦૧.
( શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, મોક્ષ દ્વાર, પદ-૩૧)
* * * * જો અજ્ઞાની જીવ ઇન્દ્રિયોને ઈચ્છારૂપી રોગોંકા ઉપાય હી નિશ્ચયસે કરતા રહતા હૈ ઔર ઉસીકો સુખ માનતા હૈ ઈસસે બઢકર દુઃખકી બાત ઔર કયા હો સકતી હૈ? ૧૬૦૨
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, ગાથા-૮૨)
* * * * જો વિષજન્ય દોષ દેવાંકો દુઃખ દેતે હૈં ઉનકે રહેને પર ભલા સાધારણ મનુષ્ય કૈસે સુખ પ્રાપ્ત કર સકતે હૈં? નહીં પ્રાપ્ત કર સકતે. ઠીક હૈ – જિસ સિહકે દ્વારા ઝરતે હુએ મદસે મલિન ગંડસ્થલવાલા અર્થાત્ મદોન્મત્ત હાથી ભી કષ્ટકો પ્રાપ્ત હોતા હૈ વહુ પૈરોકે નીચે પડે હુએ મૃગકો છોડેગા કયા ? અર્થાત્ નહીં છોડગા. ૧૬૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪)
* * * * જો કોઈ નિર્જન સ્થાનમાં મારો નિવાસ હોય, સદા દિશા સમૂહ જ મારું વસ્ત્ર બની જાય, અર્થાત્ જો મારી પાસે કોઈ પણ પરિગ્રહ ન રહે, સંતોષ જ મારું ઉન્નત ધન થઇ જાય, ક્ષમા જ મારી પ્યારી સ્ત્રી, બની જાય એક માત્ર તપ જ મારો વ્યાપાર બની જાય, બધાં જ પ્રાણીઓ સાથે મૈત્રીભાવ થઇ જાય તથા જો હું સદાય એક માત્ર તત્ત્વવિચારથી ઉત્પન્ન થનાર સુખનો અનુભવ કરવા લાગ્યું, તો પછી અતિશય શાંતિને પ્રાપ્ત થયેલ મારી પાસે શું નથી ? બધું જ છે; એવી અવસ્થામાં મને બીજાઓનું કાંઇપણ પ્રયોજન નથી રહેતું. ૧૬૦૪.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, યતિભાવનાષ્ટક, શ્લોક-૪ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com