________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર)
(પરમાગમ – ચિંતામણિ * શંકા - મોક્ષને માટે ધ્યાન કરવામાં આવે અને આ કાળે મોક્ષ તો નથી, તો ધ્યાન કરવાનું શું પ્રયોજન છે?
ઉત્તર:- એમ નથી, કેમ આ કાળે પણ પરંપરાએ મોક્ષ છે. પ્રશ્ન:- પરંપરાએ મોક્ષ કેવી રીતે છે?
ઉત્તર:- ધ્યાન કરનાર અશુદ્ધાત્માની ભાવનાના બળથી સંસારની સ્થિતિ અલ્પ કરીને સ્વર્ગમાં જાય છે. ત્યાંથી આવીને મનુષ્યભવમાં રત્નત્રયની ભાવના પ્રાપ્ત કરીને શીધ્ર મોક્ષ જાય છે. જે ભરત, સગર, રામચંદ્રજી, પાંડવો વગેરે મોક્ષે ગયા છે તેઓ પણ પૂર્વભવમાં ભેદાભેદ રત્નત્રયની ભાવનાથી સંસારની સ્થિતિ ઘટાડીને પછી મોક્ષે ગયા છે. તે જ ભાવે બધાને મોક્ષ થાય છે એવો નિયમ નથી. ૧૭૪૨.
(શ્રી નેમીચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-પ૭ ની ટીકામાંથી)
* * * * વેરી હોય તે પણ ઉપકાર કરવાથી મિત્ર બને છે, તેથી જેને દાન સન્માન આદિ આપવામાં આવે તે શત્રુ પણ પોતાનો અત્યંત પ્રિય મિત્ર બની જાય છે. વળી પુત્ર પણ ઇચ્છિત ભોગ રોકવાથી તથા અપમાન તિરસ્કાર આદિ કરવાથી ક્ષણમાત્રમાં પોતાનો શત્રુ થઈ જાય છે. માટે સંસારમાં કોઈ કોઈનું મિત્ર નથી અને શત્રુ નથી. કાર્ય મુજબ શત્રુપણું અને મિત્રપણું પ્રગટ થાય છે. સ્વજનપણું, પરજનપણું, શત્રુપણું, મિત્રપણું પ્રગટ થાય છે. સ્વજનપણું, પરજનપણું, શત્રુપણું અને મિત્રપણુ જીવને સ્વભાવથી કોઈની સાથે નથી. ઉપકાર-અપકારની અપેક્ષાએ મિત્રપણું - શત્રુપણું જાણવું. વસ્તુતઃ કોઇ કોઇનું શુત્ર- મિત્ર નથી. માટે કોઈની પ્રત્યે રાગ-દ્વેષ કરવો ઉચિત નથી. ૧૭૪૩.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૭૬૧-૬૨ ) * જેવી રીતે હંસના મુખનો સ્પર્શ થવાથી દૂધ અને પાણી જુદાં જુદાં થઇ જાય છે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવોની સુદૃષ્ટિમાં સ્વભાવથી જ જીવ, કર્મ અને શરીર ભિન્ન ભિન્ન ભાસે છે. જ્યારે શુદ્ધ ચૈતન્યના અનુભવનો અભ્યાસ થાય ત્યારે પોતાનું અચળ આત્મદ્રવ્ય પ્રતિભાસિત થાય છે, તેનો કોઈ બીજા સાથે મેળ દેખાતો નથી. હા, પૂર્વે બાંધેલા કર્મો ઉદયમાં આવેલા દેખાય છે પણ અહંબુદ્ધિના અભાવમાં તેમનો કર્તા નથી થતો, માત્ર જાનાર રહે છે. ૧૭૪૪.
( શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, કર્તા-કર્મક્રિયાદ્વાર, પદ-૧૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com