________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦)
(પરમાગમ – ચિંતામણિ * બહિરાત્મા ઇન્દ્રિય-દ્વારોથી બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરવામાં પ્રવૃત હોવાથી આત્મજ્ઞાનથી પરાડમુખ-વંચિત હોય છે, તેથી તે પોતાના શરીરને મિથ્યા અભિપ્રાયપૂર્વક આત્મારૂપે સમજે છે. ૧૮૪૩.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૭) * વિદ્યા અને મંત્રો દ્વારા, બળ દ્વારા તથા તપ અને દાન દ્વારા જે જૈનધર્મની ઉન્નતિ કરવામાં આવે છે તે બાહ્ય-પ્રભાવના અંગ કહેવાય છે તથા આ પણ તત્ત્વજ્ઞાનીઓની વિધિમાં આવે છે. ૧૮૪૪.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૮૧૫ ) * રાવણે રામચંદ્ર અને લક્ષ્મણનો વિનાશ કરવા માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી, કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે કાત્યાયની વિધા સાધી, કંસે નારાયણનો (શ્રી કૃષ્ણનો) વિનાશ કરવા માટે ઘણી વિદ્યાઓ સાધી પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્ર, પાંડવો અને કૃષ્ણ નારાયણનું કાંઈ પણ અનિષ્ટ થયું નહિ. રામચંદ્ર વગેરેએ પોતાના વિઘ્નો દૂર કરવા મિથ્યાદેવોની આરાધના ન કરી તો પણ નિર્મળ સમ્યકત્વની ઉપાર્જિત પૂર્વે કરેલા પુથી તેમના સર્વ વિઘ્ન દૂર થયા. ૧૮૪૫.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદદ્રવ્યસંગ્રહ, ગાથા – ૪૧, ટીકામાંથી )
* * * * જો મેં બહુત પઢા હૂં ઐસા જિસકે અભિમાન હૈ, વહ પરમાર્થ યાની વીતરાગ પરમાનંદસ્વભાવ નિજ આત્માકો નહીં જાનતા, આત્મ-જ્ઞાનસે રહિત હૈ, યહ નિઃસંદેહ જાનો. ૧૮૪૬.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૯૩) * લોકો સુધાનું લક્ષણ બહુ પ્રકારે વૃથા કહે છે. પુરુષોને તો પીડા, વિરોધ, ઉપદ્રવ આદિની બાધા રહિત તથા જીવજંતુ અને મનુષ્યો રહિત સ્થાન તે જ અમૃત છે. ૧૮૪૭.
( શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૬, ગાથા-૧૬ ) * દુબુદ્ધિ વેધને તો જાણે છે પરંતુ વેદકને કેમ નથી જાણતો? પ્રકાશ્યને તો દેખે છે પરંતુ પ્રકાશકને દેખતો નથી એ કેવું આશ્ચર્ય છે? ૧૮૪૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, નિર્જરા અધિકારી, ગાથા-૩૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com