________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦)
(પરમાગમ – ચિંતામણિ * હે પ્રભુ! મેં અનાદિકાળથી આજ પર્યત જનમ-જનમના જે દુ:ખ સહ્યા છે તે આપ જાણો છો એ દુ:ખને યાદ કરતાં મારા હૃદયમાં આયુધની જેમ ઘા લાગે છે. ૧૯૪૮.
(શ્રી વાદિરાજ મુનિરાજ, એકીભાવ સ્તોત્ર, પદ-૧૧) * શાસ્ત્રમાં તો અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો છે પણ તેને સમ્યજ્ઞાનમાં યથાર્થ પ્રયોજનપૂર્વક ઓળખે તો હિત-અહિતનો નિશ્ચય થાય. માટે સ્યાપદની સાપેક્ષતાસહિત સમ્યજ્ઞાન વડે જે જીવ જિનવચનમાં રમે છે તે જીવ થોડા જ વખતમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત થાય છે. મોક્ષ- માર્ગમાં પ્રથમ ઉપાય આગમજ્ઞાન કહ્યો છે આગમજ્ઞાન વિના ધર્મનું અન્ય સાધન પણ થઈ શકે નહિ માટે તમારે પણ યથાર્થ બુદ્ધિ વડે આગમનો અભ્યાસ કરવો. એથી તમારું કલ્યાણ થશે. ૧૯૪૯.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ-૮, પાનું-૩૦૬ )
*
*
*
* વર્તમાન કાળમાં મનુષ્યોનું આયુષ્ય અલ્પ અને બુદ્ધિ અતિશય મંદ થઇ ગઇ છે તેથી તેમનામાં સમસ્ત શ્રુતના અભ્યાસની શક્તિ રહી નથી. આ કારણે તેમણે અહીં એટલા જ શ્રુતનો પ્રયત્ન પૂર્વક અભ્યાસ કરવો જોઇએ કે જે મોક્ષનું બીજભૂત થઇને આત્માનું હિત કરનાર હોય. ૧૯૫).
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૨૭) * હે ભવ્ય જીવ! આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના જ્ઞાન સહિત વિનય પૂર્વક હંમેશા કરો, નહિ તો મરણ આવતાં બહુ પશ્ચાત્તાપ થશે કે હું કંઈ કરી ન શક્યો. તથા મરણનો સમય નિશ્ચિત નથી તેથી આત્મ-જ્ઞાનની ભાવના સદાય કરવા યોગ્ય છે. ૧૯૫૧.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય) * આ વાત વારંવાર કહેવાથી તો પુનરુકિત-દોષ આવશે! -માટે તેનું પ્રયોજન? –આમ વિચારીને હે ભવ્ય ! તું તત્ત્વનો અભ્યાસ છડી ન દઇશ. વારંવાર તત્ત્વાભ્યાસની રુચિ વડે કર્મની શક્તિને તોડવાની આ એક યુક્તિ શું બસ નથી ! અર્થાત્ વારંવાર તત્ત્વના ઘોલનથી પુનરુકિતદોષ લાગતો નથી, પરંતુ કર્મનો રસ છૂટતો જાય છે. ૧૯પર.
(શ્રી નેમીશ્વર વચનામૃત – શતક, શ્લોક-૩૧ નો અન્ય પ્રતના આધારે બીજા અર્થ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com