________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૩૮૩
પરમાગમ ચિંતામણિ )
* જે પુરુષ શાસ્ત્રસ્વાઘ્યાયાદિ ભલું આચરણ કરનારા જીવોને સદાકાળ ધર્મનો આધાર દે છે અને તેમને નિર્વિઘ્ન શાસ્ત્રાભ્યાસ વગેરે થાય એવી સામગ્રી મેળવી આપે છે તે પુરુષનું મૂલ્યાંકન કલ્પવૃક્ષ કે ચિંતામણિ વડે પણ થઈ શકતું નથી. ( અર્થાત્ તેનાથી પણ તે પુરુષ મહાન છે.) ૨૦૦૩.
1
આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૫૩ *મુમુક્ષુએ ભગવાન અદ્વૈત સર્વજ્ઞથી ઉપજ્ઞ (–સ્વયં જાણીને કહેવાયેલા ) શબ્દબ્રહ્મમાં- કે જેનું અનેકાંતરૂપી કેતન પ્રગટ છે તેમાં નિષ્ણાત થવું. ૨૦૦૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર, ટીકા, ગાથા-૨૩૨ )
* બુદ્ધિમાન પુરુષ ! આ તત્ત્વરૂપી અમૃત પીને અપરિમિત જન્મ-પરંપરા (સંસાર ) ના માર્ગમાં પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ થાક દૂર કરો. ૨૦૦૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વ સપ્તતિ શ્લોક-૫૭)
* નિત્ય અને નૈમિત્તિકરૂપથી થવાવાળા જિનબિંબ–મહોત્સવમાં શિથિલતા ન કરવી, તથા તત્ત્વજ્ઞાનીઓએ તો તે શિથિલતા કદી પણ અને કોઇ પ્રકારથી પણ ન કરવી. ૨૦૦૬.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૭૩૯)
* તમે ભાગ્ય-ઉદયથી મનુષ્યપર્યાય પામ્યા છો તો સર્વધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન અને તેનું મૂળ કારણ તત્ત્વનિર્ણય તથા તેનું પણ મૂળ કારણ શાસ્ત્રાભ્યાસ, તે અવશ્ય કરવા યોગ્ય છે, પણ જે આવા અવસરને વ્યર્થ ગૂમાવે છે તેમના ઉ૫૨ બુદ્ધિમાન કરુણા કરે છે. ૨૦૦૭.
(શ્રી ભાગચંસ્તજી, સત્તાસ્વરૂપ, પાનું –૬)
* ધર્મના અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન વિના આનાથી ઊંચુ અન્ય કોઇ ધર્મનું અંગ નથી એમ જાણી હરકોઇ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે.
૨૦૦૮.
( શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૧, પાનું - ૨૪)
* પાંચ ઇન્દ્રિયો અને કષાયનો નિગ્રહ કરીને અધ્યયન કરવું એ જ ધ્યાન છે. માટે પંચમકાળમાં પ્રવચનસારનો (જિનાગમનો ) અભ્યાસ જ કર્તવ્ય છે. ૨૦૦૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, ૨યણસાર, ગાથા-૯૫
Please inform us of any errors on rajesh@Atma Dharma.com