________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૮૭
પરમાગમ – ચિંતામણિ)
* હે જીવ! જિનેન્દ્ર ભગવાનની વાણીનો રાત-દિવસ નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે. કેવી છે જિનવાણી? પ્રમાણ અને નયને અનુકૂળ જીવાદિ પદાર્થોનું વર્ણન કરે છે માટે નિપુણ છે. વળી. પ્રમાણ-નય-નિક્ષેપ નિરુકિત અનુયોગ આદિ ભેદો વડે જીવાદિ પદાર્થોનું વિસ્તારથી વર્ણન કરે છે માટે વિપુલ છે. વળી પૂર્વાપર વિરોધ આદિક દોષથી રહિત છે માટે શુદ્ધ છે. વળી તે જે અર્થને બતાવે છે તે કોઈ પણ પ્રકારે ફરી શકતો નહિ હોવાથી અત્યંત દઢપણાને કારણે નિકાચિત છે. વળી જિનવાણીથી અન્ય ઉત્કૃષ્ટ ત્રણલોકમાં કોઈ નથી માટે અનુત્તર છે. વળી સર્વ જીવોને હિતરૂપ છે, કોઇની અહિતકર નથી માટે સર્વહિત છે. વળી દ્રવ્યમળ જે જ્ઞાનાવરણાદિક અને ભાવમળ જે રાગાદિક તથા ક્રોધાદિક તેનો નાશ કરે છે માટે કલુષહર છે. એવી જિનવાણી જ નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે. જિનવાણી વિના જીવને કોઇ શરણ નથી માટે સર્વ પ્રકારે હિતરૂપ જાણી મનુષ્યજન્મ જિનાગમની આરાધના વડે સફલ કરો. ૨૦૨૩.
(શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૦૧)
* * * * દેહસમૂહુરૂપી વૃક્ષપંકિતથી જે ભયંકર છે, જેમાં દુઃખપરંપરારૂપી જંગલી પશુઓ (વસે) છે, અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે, જેમાં બુદ્ધિરૂપી જળ (?) સુકાય છે અને જે દર્શન- મોહયુક્ત જીવોને અનેક કુનયરૂપી માર્ગોને લીધે અત્યંત દુર્ગમ છે, તે સંસાર-અટવીરૂપી વિકટ સ્થળમાં જૈનદર્શન એક જ શરણ છે. ૨૦૨૪.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૩૦૬ )
* * * * નિશ્ચયથી નિજ નિરંજન-શુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદરૂપ સ્વસંવેદન જ્ઞાન તે આ ગ્રંથનું પ્રયોજન છે. પરમ નિશ્ચયથી તે સ્વસંવેદનશાનના ફળરૂપ, કેવળજ્ઞાનાદિ અનંત ગુણ સાથે અવિનાશભાવી, નિજાત્મ-ઉપાદાનસિદ્ધ અનંત સુખની પ્રાપ્તિ તો આ ગ્રંથનું પ્રયોજન છે. ૨૦૨૫.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્રવ્યસંગ્રહ, ગાથા-૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com