Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 409
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૩૮૫ * જિનાગમમાં જે જીવાદિક પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે તે પ્રમાણ તથા નયથી અવિરૂદ્ધ છે તથા જીવાદિકના સ્વરૂપનું કથન આત્મસુખનું કારણ હોવાથી અમૃત તુલ્ય છે. આવા જિનાગમની પ્રાપ્તિ મને પૂર્વે કદિ થઈ ન હતી. આ મને અપૂર્વ લાભ થયો છે. આ જિનાગમ સુગતિનો માર્ગ હોવાથી મેં સ્વીકારેલ છે. તેના આશ્રયથી મારો મરણભય દૂર થઈ ગયો છે. હવે હું મરણથી ડરતો નથી. ૨૦૧૫. (શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, બૃહપ્રત્યાખ્યાન સંતવ અધિકાર, ગાથા-૯૫) * * * * શાસ્ત્રનું શ્રવણ, ધારણ, વિચારણા, આમ્નાય (પરંપરા) અનુપ્રેક્ષા પૂર્વક અભ્યાસ કરે તેથી સર્વ કલ્યાણનું મૂળ કારણ એક આગમનો યથાર્થ અભ્યાસ છે. ત્યાં આ સંસારવનમાં ભ્રમણ અનાદિકાળથી છે, તેથી જીવોને શાસ્ત્રાભ્યાસ થવાનો અવસર પામવો અત્યંત દુર્લભ છે. ૨૦૧૬. (શ્રી ભાગચંદજી, સત્તાસ્વરૂપ, પાનું-૨) * * * * આગમમાં નિરંત લાગેલી બુદ્ધિ મુક્તિરૂપી સ્ત્રીને પ્રાપ્ત કરવામાં દૂતી સમાન છે તેથી ભવભીરૂ ભવ્ય જીવોએ યત્નપૂર્વક પોતાની બુદ્ધિ શાસ્ત્રના અધ્યયન- શ્રવણમનન આદિમાં લગાવવી જોઇએ. ૨૦૧૭. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, ચારિત્ર અધિકાર, ગાથા-૭૬ ) * * * * મર્કટનો જાતિસ્વભાવ અતિશય ચંચળ હોય છે, પણ તે ફળ ફુલથી ભરાહરા વૃક્ષ ઉપર ઝટ રમવા લાગી જાય છે. એવું કોઈ એકાદ વૃક્ષ જો તેને મળી જાય તો તે ત્યાંથી પાછી ખસતાં નથી. મન એ પણ મકર્ટ જેવું અતિ ચંચળ છે. ફળ, પત્ર, ડાળીઓ અને શાખા પ્રશાખાઓથી ભર્યું વૃક્ષ જો તેને મળી જાય તો તે ત્યાં રમે છે પણ પછી ત્યાંથી ખસતું નથી. એમ વિચારી પૂર્વ મહાપુરુષોએ તેને રમવા યોગ્ય સુંદર વિસ્તીર્ણ વૃક્ષ શોધી કાઢયું. તે કયું? માત્ર એક જિનાગમ. મનને ઘણો વખત રમવા માટે આમ પુરુષોની પવિત્ર વાણી એ એક સર્વથી સારામાં સારું વૃક્ષ છે. તેના ઉપર રમતાં તેની ચંચળતાજન્ય મિથ્યા પ્રવૃત્તિ રોકાઈ તેને વિનોદ પણ મળે છે. એ શાસ્ત્રરૂપ વૃક્ષમાં વૃક્ષની માફક બધી વસ્તુઓ રહેલી છે. ૨૦૧૮. (શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૭0) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412