________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬)
(પરમાગમ – ચિંતામણિ * ( આ પરમાગમમાં) અમદપણે (જોરથી, બળવાનપણે, મોટે અવાજે) જે થોડું ઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્ય વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા ) થઈ ગયું. (અગ્નિને વિષે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયું જ ન હોય! તેવી રીતે અનંત માહામ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ જાણે કે એ સમસ્ત વર્ણનને અનંત મહિમાવંત ચૈતન્ય ખાઇ જાય છે; ચૈતન્યના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન જ ન થયું હોય એમ તુચ્છતાને પામે છે.) તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે – ઉગ્રપણે અનુભવો કારણ કે આ લોકમાં બીજું કાંઈ જ (ઉત્તમ) નથી, ચૈતન્ય જ એક પરમ (ઉત્તમ ) તત્ત્વ છે. ૨૦૧૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, શ્લોક-૨૨)
* * * * જે (જિનવચન) લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ ભવ્યોના કર્મોને અમૃત છે, જે ભાવભયરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે, અને જે જૈન યોગીઓ વડે સદા વંધ છે, તે આ જિનભગવાનનાં સર્વાચનને (સમ્યફ જિનાગમને) હું પ્રતિદિન વંદુ છું. ૨૦૨૦.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૫ )
* * *
* જગત અર્થાત્ જગતના જીવો અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને હવે તો છોડો અને રસિક જનોને રૂચિકર, ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને આસ્વાદો; કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર કોઇ પ્રકારે અનાત્મા (પરદ્રવ્ય) સાથે કોઇ કાળે પણ તાદામ્ય-વૃત્તિ (એકપણું) પામતો નથી, કેમ કે આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી. ૨૦૨૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ – ૨૨)
* * *
* માયારૂપ રોગની દવા શાસ્ત્ર, પુણ્યનું કારણ શાસ્ત્ર, સર્વ પદાર્થોને જોનારું નેત્ર શાસ્ત્ર, અને સર્વ પ્રયોજનોનું સાધક શાસ્ત્ર છે. ૨૦૨૨.
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર ચારિત્ર અધિકાર, ગાથા-૭૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com