Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 406
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨). (પરમાગમ – ચિંતામણિ * જેવી રીતે સોની તાંબા વગેરેથી મિશ્રિત સોનું જોઇને તેમાંથી તાંબા વગેરેને જુદું કરીને શુદ્ધ સુવર્ણનું ગ્રહણ કરે છે. તેવી જ રીતે વિવેકી પુરુષ નિર્દોષ જિનાગમરૂપી નેત્રથી છ દ્રવ્યને જોઇને તેમાંથી નિર્મળ આત્મતત્ત્વનું ગ્રહણ કરે છે. જે કોઈ જીવ શાસ્ત્ર રહિત રહીને ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો નિશ્ચય કરે છે તે મૂર્ખ મન (-વિવેક) રહિત હોવા છતાંય રૂપનું અવલોકન કરવા ઇચ્છનાર અંધ સમાન છે. ૧૯૯૮. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સિદ્ધસ્તુતિ, શ્લોક-૧૬) * શ્રીગુરુ કહે છે કે જિનવાણીનો વિસ્તાર વિશાળ અને અપરંપરા છે, અમે ક્યાં સુધી કહીશું. વધારે બોલવું અમારે યોગ્ય નથી, તેથી હવે મૌન થઈ રહેવું સારું છે, કારણ કે વચન એટલા જ બોલવા જોઇએ જેટલાથી પ્રયોજન સધાય. અનેક પ્રકારનો બકવાદ કરવાથી અનેક વિકલ્પ ઊઠે છે, તેથી તેટલું જ કથન કરવું બરાબર છે જેટલાનું કામ હોય. બસ, શુદ્ધ પરમાત્મ અનુભવનો અભ્યાસ કરો, એ જ મોક્ષમાર્ગ છે અને એટલો જ પરમાર્થ છે. ૧૯૯૯. (શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સર્વવિશુદ્ધિ દ્વાર, પદ- ૧૨૫) * * * * જિનાગમમાં વ્રતોથી પરિપૂર્ણ એવી સ્ત્રીઓનું સન્માનાદિ કરવાનો નિષેધ નથી, તેથી વ્રતસ્ત્રીઓનું પણ લોકવ્યવહારથી અવિરૂદ્ધરૂપ સન્માન-દાનાદિ કરવું જોઈએ. ૨૦OO. (શ્રી રાજમલજી, પચાધ્યાયી ભાગ-૨, શ્લોક-૭૩૫ ) * જહાં ધર્મકા નાશ હો, ક્રિયા બિગડતી હો તથા સમીચીન સિદ્ધાંતકા લોપ હોતા હો ઉસ જગહ સમીચીન ધર્મક્રિયા ઔર સિદ્ધાંતને પ્રકાશનાર્થ વિના પૂછે ભી વિદ્વાનોંકો બોલના ચાહિયે. કયોંકિ યહ પુરુષોકા કાર્ય છે. ૨OO૧. (શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯, શ્લોક-૧૫) * * * * રવઇને ખેંચનાર ગોવાલણની જેમ જે વસ્તુના સ્વરૂપની એક અંતથી અર્થાત્ દ્રવ્યાર્થિકનયથી આકર્ષણ કરે છે- ખેચે છે, ને વળી બીજા પર્યાયાર્થિકનયથી શિથિલ કરે છે, તે જૈનમતની ન્યાયપદ્ધતિ જયવંતી છે. ૨૦૦૨. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થસિદ્ધિ –ઉપાય, શ્લોક-૨૨૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412