________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ર)
(પરમાગમ – ચિંતામણિ * ભવ્યજીવોંકો ઐસા વિચાર કરના ચાહિયે કિ મેં સહજ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ નિર્વિકલ્પ હૂં, ઉદાસીન છું, નિજાનંદ નિરંજન શુદ્ધાત્મ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન ઔર સમ્ય
ચરિત્રરૂપ નિશ્ચયરત્નત્રયમયી નિર્વિકલ્પ સમાધિસે ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ આનંદાનુભૂતિમાત્ર જો સ્વસંવેદનશાન ઉસસે ગમ્ય હું, અન્ય ઉપાયોંસે ગમ્ય નહીં હું, નિર્વિકલ્પ નિજાનંદ જ્ઞાનકર હી મેરી પ્રાપ્તિ હૈ, મેં પૂર્ણ હું, રાગ, દ્વેષ મોહુ ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોકે વિષય- વ્યપાર, મન વચન કાય, દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખે-સુને ઔર અનુભવે ભોગોંકી વાંછારૂપ નિદાનબંધ, માયા, મિથ્યા તે તીન શલ્ય ઇત્યાદિ વિભાવ પરિણામોએ રહિત સબ પ્રપંચોએ રહિત મેં હૂં. તીન લોક તીન કાલમેં, મન વચન કાય કર, કૃત કારિત અનુમોદના કર, શુદ્ધ નિશ્ચયનયસે મેં આત્મારામ ઐસા હું તથા સભી જીવ ઐસે હૈ. ઐસી સદેવ ભાવના કરની ચાહિયે. ૧૯૫૬,
(શ્રી પરમાત્મપ્રકાશ, ટીકાકારનું અંતિમ કથન)
*
*
*
* જેમ મનુષ્યના હાથમાં તીક્ષ્ણ તરવાર હોવાં છતાં પણ જો તે મનુષ્ય શત્રુઓ પર અતિ જોરથી તેનો પ્રહાર કરે છે તો જ તે શત્રુ - સંબંધી દુઃખથી મુક્ત થાય છે, અન્યથા નહિ, તેમ આ અનાદિ સંસારમાં મહાભાગ્યથી જિનેશ્વરદેવના ઉપદેશરૂપ તીક્ષ્ણ તરવાર પામવા છતાં પણ જો જીવ મોહ–રાગ-દ્વેષરૂપ શત્રુઓ પર અતિ દઢતાથી તેનો પ્રહાર કરે છે તો જ તે સર્વ દુઃખથી મુક્ત થાય છે, અન્યથા નહિ. ૧૯૫૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૮૮)
* * *
* જે શાસ્ત્ર જિનેન્દ્રદેવ દ્વારા પ્રપિત છે, અનર્થનું નાશક છે, અનેક વિશિષતાવાળું છે, ઉત્કૃષ્ટ છે તથા અમૃત સમાન સર્વ પ્રાણીઓનું હિત કરવાવાળું છે, તેને અહીં જીવોને ધર્મમાં પ્રવૃત્તિ કરાવવા માટે પ્રગટ કરવું તેને શાંત મુનિઓ ત્યાગ-ધર્મ કહે છે. ૧૯૫૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક – ૭૦૪) * જબ તક મોક્ષ ન હો તબ તક ભવ ભવમેં ઈતની બાતેં પ્રાસ હોં. (૧) શાસ્ત્ર પઠન (૨) જિન ભક્તિ (૩) સન્દુરુષોંકી સંગતિ (૪) સુચારિત્રવાલકે ગુણોની કથા (૫) પરનિંદા ન કરના (૬) સબસે મીઠે વચન બોલના (૭) આત્મતત્ત્વમેં વિચાર રહુના. ૧૯૫૯.
(જૂના શાંતિપાઠમાંથી)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com