________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬ )
(પરમાગમ – ચિંતામણિ * આ ઉત્કૃષ્ટ ધર્મ લક્ષ્મીને વશ કરવા માટે વશીકરણ મંત્ર સમાન છે. આ ધર્મ કલ્પવૃક્ષ સમાન ઇચ્છિત પદાર્થ આપનાર છે, તે કામધેનુ અથવા ચિંતામણિ સમાન ઇષ્ટ વસ્તુઓનું પ્રદાન કરનાર છે, તે ધર્મ ઉત્તમ દેવ સમાન છે તથા તે ધર્મ સુખપરંપરારૂપ અમૃતની નદી ઉત્પન્ન કરનાર ઉત્તમ પર્વત સમાન છે. તેથી હું ભાઈ ! તમે બીજી તુચ્છ મિથ્યા કલ્પાઓ છોડીને આ ધર્મની આરાધના કરો. ૧૯૭૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૯૫)
* * *
* સમયસારભૂત ભગવાન પરમાત્માનું -કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિથસમય છે તેનું પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્યપ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સુસ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલાં સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ હોવાને લીધે જે (સૌખ્ય) “પરમાનંદ' શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે. ૧૯૭૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૪૧૫ )
* * * * લોકમાં પણ આ પ્રમાણે છે કે અત્યંત નિમ્પ્રયોજન વાતનો પણ નિર્ણય કરી પ્રવર્તે છે અને આત્મહિતના મૂળ આધારભૂત જે અહંતદેવ તેનો નિર્ણય કર્યા વિના જ તમે પ્રવર્તે છો એ મોટું આશ્ચર્ય છે! વળી તમને નિર્ણય કરવાયોગ્ય જ્ઞાન પણ ભાગ્યથી પ્રાપ્ત થયું છે માટે તમે આ અવસરને વૃથા ન ગુમાવો, આળસ આદિ છોડી તેના નિર્ણયમાં પોતાને લગાવો કે જેથી તમને વસ્તુનું સ્વરૂપ, જીવાદિકનું સ્વરૂપ, સ્વ-પરનું ભેદ-વિજ્ઞાન, આત્માનું સ્વરૂપ, હેય-ઉપાદેય, અને શુભ-અશુભ-શુદ્ધ અવસ્થારૂપ પોતાના પદ-અપદનું સ્વરૂપ એ બધાંનું સર્વ પ્રકારથી યથાર્થજ્ઞાન થાય. માટે સર્વ મનોરથ સિદ્ધ થવાનો ઉપાય જે અહંસર્વજ્ઞનું યથાર્થજ્ઞાન જે પ્રકારથી થાય તે પ્રથમ કરવા યોગ્ય છે. ૧૯૭૩.
(શ્રી ભાગચંદજી, સત્તાસ્વરૂપ, પાનું – ૬ર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com