Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 399
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ( ૩૭૫ પરમાગમ ચિંતામણિ ) * અનેક પ્રકારની બાહ્ય ક્રિયાઓના કલેશથી કોઇ મોક્ષ પામી શકતું નથી અને સમ્યજ્ઞાન પ્રગટ થતાં કલેશ વિના જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. - * જ્ઞાનજ્યોતિ સમસ્ત જીવોના અંતરંગમાં રહે છે, તે મન, વચન, કાય અને યુક્તિથી અગમ્ય છે. હે ભવ્યો! પોતપોતાની જ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને સંસારથી મુક્ત થાઓ. ૧૯૬૭. (શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ- ૨૬-૨૭) *** * ઈસ જગતમેં કોઈ ઐસા સ્થાન નહીં રહા, જહાં પર યહ જીવ નિશ્ચયવ્યવહા૨૨ત્નત્રકો કહનેવાલે જિન-વચનકો નહીં પાતા હુઆ અનાદિ કાલસે ચૌરાસીલાખ યોનિયોંમે હોકર ન ઘૂમા હો અર્થાત્ જિન-વચનકી પ્રતીતિ ન કરનેસે સબ જગહ ઔર સબ યોનિયોંમેં ભ્રમણ કિયા, જન્મ-મરણ કિયે. યહાં યહ તાત્પર્ય હૈ કિ જિનવચનકે ન પાનેસે યહ જીવ જગતમેં ભ્રમા, ઇસલિયે જિન-વચન હિ આરાધને યોગ્ય હૈ. ૧૯૬૮. ( શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. -૧ ( ગાથા-૬૫ ) *** * સર્વ જિનમતનું ચિન્હ સ્યાદવાદ છે. સ્યાત્ પદનો અર્થ કથંચિત્ છે માટે જે ઉપદેશ હોય તેને સર્વથારૂપ ન જાણી લેવો પણ ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો કે આ ઉપદેશ કયા પ્રકારે છે, કયા પ્રયોજન સહિત છે અને કયા જીવને કાર્યકારી છે ઇત્યાદિ વિચાર કરી તેના યથાર્થ અર્થને ગ્રહણ કરવો. પછી પોતાની દશા દેખે; એ ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તે પ્રમાણે તેને પોતે અંગીકાર કરવો. ૧૯૬૯. (શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૮, પાનું- ૩૦૨ ) *** * એક તરફથી જોતાં કષાયોનો ક્લેશ દેખાય છે અને એક તરફ્થી જોતાં શાંતિ છે; એક તરફ્થી જોતાં ભવની (સંસા૨ સંબંધી) પીડા દેખાય છે અને એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપ ) મુક્તિ પણ સ્પર્શે છે; એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે અને એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. (આવો ) આત્માનો અદ્ભુતથી અદ્દભુત સ્વભાવ મહિમા જયવંત વર્તે છે (કોઇથી બાધિત થતો નથી ). ૧૯૭૦. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, કળશ-૨૭૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412