Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 401
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ ) (૩૭૭ * હે ગંભીર હૃદય-અતિશય ગંભીર પુષ્પદન્ત ભગવાન! ભવ્ય જીવ આપના આ પવિત્ર મતનો અર્થાત્ આગમનો આસ્વાદ કરવાથી – શ્રવણ, પઠન, ચિંતવન આદિ કરવાથી આપનો ભક્ત હો કે વિદ્વેષી હો, પરંતુ પ્રત્યેક જીવને જ્ઞાનની વૃદ્ધિનું તથા રુચિનું જ કારણ બની જાય છે. કદાચ કોઇ એમ કહે કે આગમ તો માત્ર બુદ્ધિવાળાને જ રુચે છે પરંતુ દ્વેષ કરનારને તે કેમ રુચિ શકે? તો તેનું સમાધાન એમ છે કેમ અમૃત છે તે તો બુદ્ધિવંતહોય કે દ્વેષી હોય, બંને માટે એક સરખું રુચિકર જ લાગે છે. એ પ્રમાણે આપનું આગમ સર્વને રોચક ને પ્રિય જ લાગે છે. ૧૯૭૪. (શ્રી સમન્તભદ્ર આચાર્ય, સ્તુતિ-વિધા, શ્લોક-૪૦) * જૈસે જેલમે પડા હુઆ વ્યક્તિ બન્ધનકે કારણોકો સુનકર ડર જાતા હૈ ઔર હતાશ હો જાતા હૈ પર યદિ ઉસે મુક્તિકા ઉપાય બતાયા જાતા હૈ તો ઉસે આશ્વાસન મિલતા હૈ ઔર વહુ આશાન્વિત હો બંધન મુક્તિના પ્રયાસ કરતા હૈ. ઉસી તરહું અનાદિ કર્મબંધનબદ્ધ પ્રાણી પ્રથમ હી બંધક કારણોં કો સુનકર ડર ન જાય ઔર મોક્ષકે કારણકો સુનકર આશ્વાસનકો પ્રાપ્ત હો ઇસ ઉદેશ્યસે મોક્ષમાર્ગકા નિર્દેશ સર્વપ્રથમ કિયા હૈ. ૧૯૭૫. (આચાર્ય અલકંકદેવ, તત્ત્વાર્થવાર્તિક, ભાગ-૧, પાનું -ર૬૬) * * * * જેમ કસ્તુરી મૃગની જ કસ્તૂરી છે પરંતુ કસૂરીની સુગંધ નાસિકા દ્વારા ધારણ કરીને જંગલમાં અહીં તહીં ખોળતો ફરે છે- ઘસ્યો ઘસ્યો દોડે છે, તે જ પ્રમાણે જીવની સમીપ જ જીવથી તન્મયરૂપ સ્વસમ્યજ્ઞાનમય પમાત્મા છે છતાં તેને જીવ, આકાશ પાતાળ-લોકાલોકમાં ખોળે છે, અજ્ઞાની જીવને એ ખબર નથી કે જેને હું શોધું છું તે મારી વસ્તુ તો મારા સમીપ જ છે- મારા સ્વસમ્યજ્ઞાનથી તન્મય છે અથવા હું પોતે જ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા છું. ૧૯૭૬. ( શ્રી ધર્મદાસ ક્ષુલ્લક, સમ્યજ્ઞાન દીપિકા, પાનું –૯૧) * જે શુદ્ધ ન્યાયમાર્ગી મનુષ્ય હૈ વે લોકવિરૂદ્ધ કાર્યક્રૂ તર્જ હૈ. જે વિશુદ્ધ કુલમેં ઉપજે ક્ષત્રીય શુભ ચિત્ત સર્વ શાસ્ત્રનિકે જ્ઞાતા તિનકી યહી રીતિ હૈ જો કાહૂ સે ન ડરેં, એક લોકાપવાદસે ડરેં. ૧૯૭૭. | (શ્રી રવિણ આચાર્ય, પદ્મપુરાણ, પાનું- પ૬૮, ૫૭૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412