________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮)
(પરમાગમ – ચિંતામણિ * જ્ઞાનદર્શન સ્વભાવસે શોભાયાન તથા દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મક સમુદાયકો દૂર રખનેવાલે આત્માકો છોડકર કોઇ ભી અન્ય ભાવ મેરા નહીં હૈ ઔર ન મેં કિસી અચકા હૂં ઐસી બુદ્ધિ આત્મસ્વરૂપકી મર્યાદાકો જાનનેવાલે જિસ કિસીકે ચિત્તમેં નિત્ય રહા કરતી હૈ ઉસ મહાત્માને કર્મોકા બંધ નહીં હોતા, યો તો તીનો લોકકે સંસારી પ્રાણી સંસારક બંધનોંસે જકડે હુએ હૈં. ૧૯૪૨.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના. શ્લોક-૧૧)
* * *
* અહીં સોમ નામના રાજશ્રેષ્ઠી પ્રશ્ન કરે છે: હે ભગવાન! કેવળજ્ઞાનના અનંતમાં ભાગપ્રમાણ આકાશદ્રવ્ય છે, તેના પણ અનતમાં ભાગમાં સૌની વચ્ચે લોકાકાશ છે અને તે અનાદિનિધન છે, કોઈ પણ વિશિષ્ટ પુરુષ વડે કરાયો નથી, નષ્ટ થતો નથી, ધારણ કરવામાં આવતો નથી કે રક્ષાતો નથી. વળી તે અસંખ્યાત પ્રદેશોવાળો છે. તે અસંખ્યાત પ્રદેશી લોકમાં અનંત જીવો, તેના કરતાં પણ અનંતગુણા પુદ્ગલો, લોકાકાશપ્રમાણ અસંખ્યાત કાળદ્રવ્યો, પ્રત્યેક લોકાકાશપ્રમાણ એવા ધર્મ અને અધર્મ બે દ્રવ્યો – એ પદાર્થો કેવી રીતે અવકાશ મેળવે છે?
ભગવાન ઉત્તર આપે છે:- એક દીપકના પ્રકાશમાં અનેક દીપકોનો પ્રકાશ, એક ગૂઢ રસના શીશામાં ઘણું સુવર્ણ, રાખથી ભરેલા ઘડામાં સોય તથા ઊંટડીનું દૂધ જેમ સમાઈ જાય છે - ઇત્યાદિ દેખાતે વિશિષ્ટ અવગાહનશક્તિને લીધે અસંખ્યપ્રદેશવાળા લોકમાં પણ પૂર્વોકત પદાર્થોના અવગાહમાં વિરોધ આવતો નથી. ૧૯૪૩.
(શ્રી નેમીચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્રવ્ય-સંગ્રહું ગાથા-૨૦ની ટીકામાંથી)
* * *
* કોઇ કહે કે સંસાર અનંત છે તે કેમ મટે ? તેનું સમાધાન- વાંદરાનું ફસાવું એટલું જ છે કે મૂઠ્ઠી છોડતો નથી, પોપટનું ફસાવું એટલું જ છે કે નળીને છોડતો નથી, કૂતરાનું ફસાવું એટલું જ છે કે તે ભસે છે, કોઇ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ માને છે ત્યાં સુધી જ તેને ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને દોડે છે, તેથી જ દુઃખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે, એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. ૧૯૪૪.
(શ્રી દીપચંદજી, ચિદ્વિલાસ, પાનું-૧૦૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com