________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૬૭ * અહિંસા જ જગતનું રક્ષણ કરનાર માતા છે, અહિંસા જ આનંદની વૃદ્ધિ કરનાર છે, અહિંસા જ ઉત્તમ ગતિ છે, અહિંસા જ અવિનાશી લક્ષ્મી છે, અહિંસા જ મોક્ષસુખને ઉત્પન્ન કરનાર છે, અહિંસા જ સ્વર્ગ સંપત્તિને દેનાર છે, અહિંસા જ પરત હિતકારી છે અને અહિંસા જ સર્વ આપદાઓનો નાશ કરનાર છે. ૧૯૩૬.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૮, શ્લોક-૩ર-૩૩) * પોતાના આત્મના ઉદ્ધારની ચિંતા કરવી તે ઉત્તમ ચિંતા છે, શુભરાગના વિશે બીજા જીવોનું ભલું કરવાની ચિંતા કરવી તે મધ્યમ ચિંતા છે, કામભોગની ચિંતા કરવી તે અધમ ચિંતા છે અને બીજાનું અહિત કરવાનો વિચાર કરવો તે અધમથી અધમ ચિંતા છે. ૧૯૩૭.
(પરમાનંદસ્તોત્ર) * આ જીવ ભોગોના નિમિત્તે તો બહુ અલ્પ પાપ કરે છે પરંતુ તંદુલમત્સ્યની જેમ પ્રયોજન વિના જ પોતાના વિચારોથી ઘોર પાપ કરે છે. ૧૯૩૮.
(શ્રી જયસેન આચાર્ય)
* * *
* મિથ્યાષ્ટિઓને તે શુદ્ધ સાન્યરૂપ સત્ અનુભવમાં આવતું નથી કે જે પોતાની સર્વ વિશેષ અવસ્થામાં પણ અનુપમરૂપથી વિધમાન રહે છે, કારણ કે દષ્ટિમાં જ દર્શનમોહરૂપ દોષ હોવાથી તે મિથ્યાષ્ટિઓને જ્ઞાનચેતના હોતી નથી. ૧૯૩૯.
( શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૨૨) * પ્રથમ જ સર્વસિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના કારણ – કાર્ય જાણવા; જેટલા સંસારથી પાર થયા છે તે સર્વે પરમાત્માનાં કારણ-કાર્ય જાણી જાણીને થયા છે. ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા તેના (–તે પરમાત્માના) કારણકાર્ય જ ન જાણ્યા તો તેણે શું જાણું? (કાંઇ જાણ્યું નથી.) માટે કારણ-કાર્ય જાણવા જોઇએ. ૧૯૪૦.
(શ્રી દીપચંદજી, ચિવિલાસ, પાનું-૩૫ ) * ચિંતામણિરત્ન ચિંતિત પદાર્થોનું અને કલ્પવૃક્ષ કલ્પેલા પદાર્થોનું પ્રદાન કરે છે; પરંતુ શુદ્ધ આત્માના ધ્યાનથી અચિંતિત અને અસંકલ્પિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. ૧૯૪૧.
( શ્રી અમિતગતિ આચાર્ય)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com