________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૬૫ * પ્રેમ સમાન કોઇ બંધન નથી. વિષય સમાન કોઇ વિષ નથી. ક્રોધ સમાન કોઇ શત્રુ નથી. જન્મ સમાન કોઈ દુઃખ નથી. સૌથી મોટું બંધન પ્રેમ છે, સૌથી મોટું વિષ વિષય છે, સૌથી મોટો શત્રુ ક્રોધ છે. સૌથી મોટું દુઃખ જન્મ છે. ૧૯૨૪.
(શ્રી વીરનન્ટિકૃત ચન્દ્રપ્રભ-ચરિત્રમાંથી) * જે વીર છે તેને પણ મરવું પડે છે તથા જે વીર નથી તે પણ અવશ્ય મરે છે. જો વીર તથા કાયર બન્ને મરે જ છે તો વીરતાથી અર્થાત્ સંકલેશ પરિણામોનો ત્યાગ કરીને શાંત પરિણામોથી મરવું જ શ્રેષ્ઠ છે. હું શાંત-પરિણામી થઇને પ્રાણોનો ત્યાગ કરીશ. ૧૯૨૫.
( શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, પ્રત્યાખ્યાન અધિકાર, ગાથા-૯૬ ) * આ જીવને ત્રણ કાળ ત્રણ લોકમાં સમ્યગ્દર્શન સમાન અન્ય કોઈ કલ્યાણ નથી તથા મિથ્યાત્વ સમાન અન્ય કોઇ અકલ્યાણ નથી. ૧૯૨૬.
(શ્રી સમંતભદ્ર આચાર્ય, રત્વરંડ શ્રાવકાચાર, ગાથા-૩૪) * જો કે ઔષધિ ગુણકારી હોય છે તોપણ જો તે વિષ-મિશ્રિત થઇ ગઇ હોય તો તે દોષિત થઇ જવાથી તેના સેવનથી મનુષ્યને નુકશાન થાય છે. તેવી જ રીતે અહિંસાદિ ગુણ જ્યારે મિથ્યાત્વ સહિત હોય છે ત્યારે તે ગુણ હોવા છતાં સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરાવવાવાળા દોષોને ધારણ કરે છે. ૧૯૨૭.
(શ્રી શિવકોટી આચાર્ય, મૂલારાધના, ગાથા-૬૩) * આ એક મરણના અંતે થવાવાળી સંખના જ મારા ધર્મરૂપી ધનને મારી સાથે લઈ જવાને સમર્થ છે. એ રીતે ભક્તિ સહિત નિરંતર ભાવના કરવી જોઇએ. ૧૯૨૮.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય, શ્લોક-૧૭૫ ) * સંકલ્પ-વિકલ્પના નાશથી નિર્વિકલ્પદશામાં ઉત્પન્ન થતો જે જ્ઞાનરૂપી સુધારસ તેને ભાવમુનિઓ સમ્યજ્ઞાનરૂપી અંજલિ વડે પીવે છે. ૧૯૨૯.
(પરમાનંદસ્તોત્ર, શ્લોક-૫) * કોઈ કોઈ માત્ર જ્ઞાનથી જ આત્માની શુદ્ધિ થવી માને છે તે તેમનો મોટો ભ્રમ છે. કારણ કે ઔષધિનું સ્વરૂપ જાણવા માત્રથી કોઇનો રોગ દૂર થતો નથી, પરંતુ ઔષધિ સેવનથી જ રોગ દૂર થાય છે. તેમ જ્ઞાનની સાથે શ્રદ્ધા અને ચારિત્ર હોતા જ આત્માની શુદ્ધિ (મુક્તિ) થાય છે. ૧૯૩).
(શ્રી અમિતગતિ આચાર્ય, ધર્મ-પરીક્ષા, પરિચ્છેદ ૧૭મું, શ્લોક-પ૫ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com