Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 387
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૩૬૩ * અધમાધમ મનુષ્ય સરળ ચિત્તવાળા મનુષ્યને મૂર્ખ કહે છે, જે વાતચીતમાં ચતુર હોય તેને ધીઠ કહે છે, વિનયવાનને ધનનો આશ્રિત બતાવે છે, ક્ષમાવાનને કમજોર કહે છે. સંયમીને લોભી કહે છે, મધુર બોલનારને ગરીબ કહે છે, ધર્માત્માને ઢોંગી કહે છે, નિસ્પૃહીને ઘમંડી કહે છે, સંતોષીને ભાગ્યહીન કહે છે, અર્થાત જ્યાં સગુણ દેખે છે ત્યાં દોષ લગાવે છે. દુર્જનનું હૃદય એવું જ મલિન હોય છે. ૧૯૧૩. (શ્રી બનારસીદાસજી નાટક સમયસાર, બંધ દ્વાર, પદ-૨૩) * જીવ અને શરીર પાણી અને દૂધની જેમ મળેલાં છે તોપણ ભેગાં-એકરૂપ નથી, જુદા - જુદાં છે; તો પછી બહારમાં પ્રગટરૂપથી જુદાં દેખાય છે એવા લક્ષ્મી, મકાન, પુત્ર અને સ્ત્રી વગેરે મળીને એક કેમ હોઈ શકે ? ૧૯૧૪. ( શ્રી દૌલતરામજી, છઢાળા, ઢાળ-૫, શ્લોક-૭) * જે અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત સુખ-સ્વભાવના ધારક છે, સમસ્ત સંસારી વિકારી ભાવોથી પર છે, અભેદ રત્નત્રયરૂપ નિર્વિકલ્પ સમાધિ દ્વારા ગમ્ય છે, પરમાત્મા સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તે દેવાધિદેવ મારા હૃદયમાં બિરાજમાન થાઓ. ૧૯૧૫. (શ્રી અમિતગતિ આચાર્ય, સામાયિક પાઠ, શ્લોક-૧૩) * જે તરુવર રસ્તાને છોડીને દૂર ફળ્યું ફૂલ્યું છે તે નકામું છે, નથી તો કોઈ થાકેલા પથિકો ત્યાં વિશ્રામ લેતા કે નથી તેના ફળને કોઇ હાથ લગાડતું (તેમ માર્ગ ભ્રષ્ટ જીવોનો વૈભવ નકામો છે). ૧૯૧૬. (મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૧૫) * આ સમસ્ત અધિકારમાં નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? આત્માના શુદ્ધસ્વરૂપનો અનુભવ સૂક્ષ્મકાળમાત્ર પણ વિચારવાયોગ્ય નથી. ૧૯૧૭. (શ્રી રાજમલજી, કળશટીકા, કળશ-૧૨૨ ) * દુર્લભ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય-વિષયોમાં રમે છે તે રાખને માટે દિવ્ય અમૂલ્ય રત્નને બાળે છે. ૧૯૧૮. (સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-300) * બીજી આડી અવળી વાતો કરવાનું છોડો; તે તો માત્ર એક –બે શબ્દોથી ટૂંકમાં જ પતાવી દો, ને સદાય નિજાત્મતત્ત્વના અભ્યાસ વડે આત્મગુણોની વૃદ્ધિ કરો. ૧૯૧૯. (શ્રી નેમીશ્વર – વચનામૃત શતક, શ્લોક-૧૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412