________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨ )
(પરમાગમ – ચિંતામણિ * જેમ જેમ વિશેષ શુદ્ધતાની અંતરંગમાં પ્રકાશમાન વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ જ ઇન્દ્રિયોના વિષયોમાં પણ ઉપેક્ષા વધતી જાય છે. ૧૯૦૭.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૭૮૪) * અહીં શિષ્ય પૂછે છે - સવિપાક નિર્જરા નરકાદિ ગતિઓમાં અજ્ઞાનીઓને પણ (થતી) જોવામાં આવે છે. તે સમ્યજ્ઞાનીઓને જ હોય એવો નિયમ નથી. તેનો ઉત્તર- અહીં જે સંવર પૂર્વકની મોક્ષના કારણરૂપ નિર્જરા છે તે જ ગ્રહણ કરવી. જે અજ્ઞાનીઓની નિર્જરા છે તે તો ગજસ્નાનવ નિષ્ફળ છે, કારણ કે થોડાં કર્મ ખરે છે અને તે ઘણાં વધારે બાંધે છે તે કારણે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. ૧૯૦૮.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્રવ્યસહ સંગ્રહ, ગાથા-૩૬ ની ટીકામાંથી) * સુખસે ભાયા હુઆ જ્ઞાન હૈ વહ ઉપસર્ગ-પરિષહાદિર્ક દ્વારા દુઃખ ઉત્પન્ન હોતે હી નષ્ટ હો જાતા હૈ, ઇસલિયે યહ ઉપદેશ હૈ કિ જો યોગી ધ્યાની મુનિ હૈ વહુ તપશ્ચરણાદિ કે કષ્ટ સહિત આત્માકો ભાવે (અર્થાત્ બાહ્યમેં જરા ભી અનુકૂલ-પ્રતિકૂલ ન માનકર નિજ આત્મામેં એકાગ્રતારૂપી ભાવના કરે) જિસસે આત્મશક્તિ ઔર આત્મિક આનંદકા પ્રચુર સંવેદન બઢતા હી હૈ. ૧૯O૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૬૨ )
* * * * પ્રશ્નઃ- જે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર:- ભક્તિ અર્થે મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. સૂર્યને દીપકથી, મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને) વાણીથી અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. ૧૯૧૦.
( શ્રી જયસેન આચાર્ય, પંચાસ્તિકાય-ટીકા, ગાથા-૧) * જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ૧૯૧૧.
( શ્રી કુંદકુંદ આચાર્ય, સમયસાર, ગાથા-૭૫) * રાગ ઔર દેષ મહાશત્રુ હૈ મોક્ષકે વીતરાગ વિજ્ઞાનમય માર્ગકો લૂટનેવાલે હૈં. યે દીર્ધકાલસે સંચય કિયે હુએ જ્ઞાન, ધ્યાન, તપ, રત્નકો લૂંટ લેતે હૈં ૧૯૧૨.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-ર૯૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com