________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮)
(પરમાગમ – ચિંતામણિ * જે ઔષધિ રોગને દૂર કરી શકે નહિ તે ખરેખર ઔષધિ નથી. જે જળ તૃષાને દૂર કરી શકે નહિ તે ખરેખર જળ નથી અને જે ધન આપત્તિનો નાશ કરી શકે નહિ તે ખરેખર ધન નથી. તેવી જ રીતે જે વિષયથી ઉત્પન્ન થયેલું સુખ તૃષ્ણાનો નાશ કરી શકે નહિ તે ખરેખર સુખ નથી. ૧૮૩૧.
(શ્રી જિનસેન આચાર્ય, આદિ પુરાણ, પાનું-૨૪૨, શ્લોક-૧૬૮-૧૬૯) * જિનશાસનમેં જિનેન્દ્રદેવને ઈસ પ્રકાર કહા હૈ કિ પૂજા આદિકમે ઔર વ્રત સહિત હોના હૈ વહ તો “પુણ્ય” હી હૈ તથા મોહકે ક્ષોભસે રહિત જો આત્માકા પરિણામ હૈ વહુ “ધર્મ' હૈ. ૧૮૩ર.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૮૩) * જેવી રીતે પ્રજ્વલિત દીપક પોતાના હાથમાં રાખીને પણ કૂવામાં પડી જાય તો તેને દીપકનું લેવું વ્યર્થ છે. તેમ તત્ત્વજ્ઞાન પામીને પણ હેય-ઉપાદેયના વિવેક રહિત ગમે તેમ પ્રવર્તવાથી તત્ત્વજ્ઞાનને પામવું વ્યર્થ જાય છે. ૧૮૩૩.
(શ્રી વાદિભસિંહસૂરિ, જીવંધર ચરિત્ર, સર્ગ-૨, ગાથા-૪૫ ) * જ્ઞાનજ્યોતિ ઉસ પરમાનંદમયી દિગંબર સર્વજ્ઞ શુદ્ધ સ્વરૂપમેં લીન અરહંત ભગવાનકો જાનતી હૈ. યદિ વહ જ્ઞાનજ્યોતિ પર પર્યાયમેં આનંદ માનને લગે તો ઉસે જ્ઞાનાવરણકર્મકા બંધ હો, જો દુઃખોંકા બીજ હૈ. ૧૮૩૪.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ – શુદ્ધસાર, શ્લોક-૩૪૩) * જેનું ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી ઋષિઓ પરમ પદને પામે છે, જેની સ્તુતિ ઇન્દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્ર અને ગણધરદેવો સર્વ મદ તજીને કરે છે, વેદ પુરાણ જેને બતાવે છે, યમરાજના દુ:ખના પ્રવાહને જે હરે છે - એવી જિનવાણી, તેને હું ભવ્ય જીવો! ઘાનતરાયજી કહે છે કે તમે અનેક વિકલ્પરૂપ નદીનો ત્યાગ કરીને તમારા હૃદયને વિશે નિત્ય ધારણ કરો. ૧૮૩૬.
(શ્રી ઘનતરાય, ઘાનત-વિલાસ, પદ-૩૩) * આત્માના સ્વરૂપથી અજ્ઞાત પુરુષોને, શરીરોમાં પોતાની અને પરની આત્મબુદ્ધિના કારણે પુત્ર-સ્ત્રી-આદિકના વિષયમાં વિભ્રમ વર્તે છે.
એ વિભ્રમથી અવિદ્યા નામની સંસ્કાર દઢ- મજબૂત થાય છે, જે કારણથી અજ્ઞાની જીવ જન્માન્તરમાં પણ શરીરને જ આત્મા માને છે. ૧૮૩૬,
(શ્રી પૂજ્યસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૧૧-૧૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com