________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ),
(૩૫૩ * હે મૂને! જિન શ્રુતજ્ઞાનકો તીર્થકર ભગવાનને કહા ઔર ગણધરદેવી ગૂંથા અર્થાત્ શાસ્ત્રરૂપ રચના કી ઉસકો સમ્યક પ્રકાર ભાવ શુદ્ધ કર નિરંતર ભાવના કર. કૈસા હૈ વહુ શ્રુતજ્ઞાન? અતુલ હૈ, ઇસકે બરાબર અન્યમતકા કહા હુઆ શ્રુતજ્ઞાન નહીં હૈ. ૧૮૬૧.
(શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડ, ગાથા-૯૨)
* * *
* સદા શુદ્ધ-શુદ્ધ એવું આ (પ્રત્યક્ષ ) ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વ જગતમાં નિત્ય જ્યવંત છે-કે જેણે પ્રગટ થયેલા સહજ તેજ:પુંજ વડે સ્વધર્મત્યાગરૂપ (મોહરૂપ) અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે અને જે પેલી અધસેનાની ધજાને હરી લે છે. ૧૮૬ર.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૧૦)
* * * * કોઈ અતિ નિદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન ઉપર મુદગરની ચોટ મારે, અથવા અગ્નિના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે. અથવા કયાંય વાજિંત્રોના અવાજ સાંભળે તો તે તુરત જાગૃત થઈ જાય છે. પરંતુ અવિવેકી જીવને તો પાપકર્મફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદગરના માર મર્મસ્થાન ઉપર પડ્યા કરે છે, મહાદુઃખરૂપ ત્રિવિધ તાપથી તેનો દેહ નિરંતર બળી રહ્યો છે, અને વળી આજ આ મર્યો, કાલ આ મર્યો, ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે, છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનિદ્રાને જરાય વેગળી કરી શકતો નથી, એ પરમ આશ્ચર્ય છે. ૧૮૬૩.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૫૭)
* * * * જે મનુષ્ય કોઈ બીજા મનુષ્ય દ્વારા ક્રોધને વશ થઈને પગથી માંડીને મસ્તક સુધી ચારે તરફ દુઃખદાયક દઢતર દોરડાઓથી જકડીને બાંધી દેવાયો હોય તે તેમાંથી કોઇ એક પણ દોરડું ઢીલું થતાં સુખનો અનુભવ કરે છે. તો પછી જે સિદ્ધ જીવ બાહ્ય અને અત્યંતર બન્નેય બંધનોથી રહિત થઇ ગયા છે તેઓ શું સદા સુખી નહિ હોય? અર્થાત્ સિદ્ધ ભગવાન સદા સુખી છે. ૧૮૬૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પાનંદી પચવિંશતિ, સિધ્ધસ્તુતિ, શ્લોક-૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com