________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૫૭
પરમાગમ – ચિંતામણિ)
* સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો છે; કારણ કે દુઃખનું લક્ષણ તો આકુળતા છે. હવે આકુળતા તો ત્યારે જ હોય કે જ્યારે કંઇક ઇચ્છા હોય. એ ઇચ્છાનો વા ઈચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ સર્વ દુઃખરહિત નિરાકુળ અનંત સુખ અનુભવે છે. કારણ કે નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ છે. ૧૮૮૩.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગપ્રકાશક, અધિ. -૩ પાનું-૭૯ )
* * * * હે વીર પુરુષ! સમ્યગ્દર્શનકા પ્રકાશ કરકે તૂ આત્મજ્ઞાનમેં રમણ કર. સમ્યગ્દષ્ટિ આત્માકી પરિણતિ હી અનંતજ્ઞાનકે પ્રકાશક કારણ . જો જ્ઞાની આત્મિકજ્ઞાનકે સ્વભાવમેં પ્રગટરૂપસે રમ જાતા હૈ હે વીર ! વહી આત્મા હી પ્રકાશમાન હોકર મુક્તિકો પાતા હૈ. ૧૮૮૪.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું-૫૪)
* * *
* જીવોએ જે નિરંતર ભોગોનો અનુભવ કર્યો છે તેમને તે ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ અવાસ્તવિક (કલ્પિત) છે. આત્માથી ઉત્પન્ન સુખ અપૂર્વ અને સમીચીન છે;– એવો જેના હૃદયમાં દઢ વિશ્વાસ થઈ ગયો છે તે તત્ત્વજ્ઞ છે. ૧૮૮૫.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી–પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૫૦)
* * * * (૧) અનાદિ સંસારથી જે આફ્લાદ પૂર્વે કદી અનુભવાયો નથી એવા અપૂર્વ, પરમ અદ્દભુત આહલાદરૂપ હોવાથી “અતિશય', (૨) આત્માને જ આશ્રય કરીને (સ્વાશ્રિત ) પ્રવર્તતું હોવાથી “આત્મોત્પન્ન', (૩) પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી (-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના તથા સંકલ્પ-વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું હોવાથી) “વિષયાતીત', (૪) અત્યંત વિલક્ષણ હોવાથી (અર્થાત્ બીજાં સુખોથી તદન ભિન્ન લક્ષણવાળું હોવાથી) “અનુપમ', (૫) સમસ્ત આગામી કાળમાં કદી નાશ નહિ પામતું હોવાથી “અનંત', અને (૬) અંતર પડ્યા વિના પ્રવર્તતું હોવાથી “અવિચ્છિન્ન' – આવું શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું સુખ છે માટે તે (સુખ) સર્વથા પ્રાર્થનીય છે ( અર્થાત્ સર્વથા પ્રકારે ઇચ્છવાયોગ્ય છે). ૧૮૮૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૧૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com