________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૫૯ * જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્ય પડયું હોય તો પણ કાદવથી લેવાતું નથી (અર્થાત્ તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના રહેવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લેવાતો નથી કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાન કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્ય પડ્યું થયું કાદવથી લેપાય છે (અર્થાત તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે. ૧૮૯૨.
( શ્રી અમૃચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, ગાથા-૨૧૮-૧૯ )
* * *
* જે પોતાને સુખી કરે તે જ મિત્ર છે, અને જે દુઃખી કરે તે શત્રુ એમ આબાલ-વૃદ્ધ સૌ કોઇ સમજે છે. મિત્ર થઇને પોતાને દુઃખી કરવા (જ) મર્યા તે તો શત્રુવટુ ઠર્યા, તેમનો મરવાનો શોચ શો કરવો? ૧૮૯૩.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૮૪)
* * * * ઉત્તમ બુદ્ધિકા ધારક મનુષ્ય દૂસરેકે દ્વારા દિયે જાનેવાલે દાનકે વિષયમેં દૂસરોસે કી ગઈ પ્રસંશોકો સુનકર ઉત્કૃષ્ટ શ્રદ્ધાકો ધારણ કરતા હુઆ અતિશય સંતોષકો પ્રાપ્ત હોતા , મધ્યમ બુદ્ધિકા ધારક મનુષ્ય સ્વયં યા દૂસરેકે દ્વારા ભી જાનેવાલે દાનકો દેખકર હર્ષિત હોતા હૈ. પરંતુ હીનબુદ્ધિ મનુષ્ય દિયે જાનેવાલે દાનકો દેખકર ઔર સુનકર ભી અનુરાગકો નહીં પ્રાપ્ત હોતા હૈ. ૧૮૯૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૯૨ )
* * * * મારી નિકટમાં પ્રાપ્ત થયેલ કોઇ પણ મિત્ર, અથવા અન્ય કોઇનું મારે પ્રયોજન નથી, મને આ શરીરમાં પણ પ્રેમ રહ્યો નથી, અત્યારે હું એકલો જ સુખી છું. અહીં સંસારપરિભ્રમણમાં ચિરકાળથી જે મને સંયોગના નિમિત્તે કષ્ટ થયું છે તેનાથી હું વિરક્ત થયો છું, તેથી હવે મને એકાકીપણું (અદ્વૈત) અત્યંત રુચે છે, ૧૮૯૫.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પાનંદી પચવિંશતિ પરમાર્થવિંશતિ, શ્લોક-૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com