________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૬ )
(પરમાગમ – ચિંતામણિ * સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. ભાવનાથી જ પરિણામની ઉજ્જવળતા થાય છે. ભાવનાથી મિથ્યાત્વનો અભાવ થાય છે. ભાવનાથી વ્રતમાં દઢ પરિણામ થાય છે. ભાવનાથી વીતરાગતાની વૃદ્ધિ થાય છે. ભાવનાથી અશુભ-ધ્યાનનો અભાવ થઇને શુભધ્યાનની વૃદ્ધિ થાય છે. ભાવનાથી આત્માને અનુભવ થાય છે. ઇત્યાદિ હજારો ગુણોની ઉત્પતિ ભાવનાથી થતી જાણી, ભાવનાને એક ક્ષણ પણ છોડો નહિ. ૧૮૭૭.
(શ્રી સમંતભદ્રાચાર્ય, રત્નકરંડ શ્રાવકાચાર-ટીકા, ભાવના મહા અધિકારના ઉપોદઘાતમાંથી) * જેમના ચિત્તમાં સમ્યજ્ઞાનના કિરણો પ્રકાશિત થયા છે તેઓ સંસારમાં સ્વભાવથી જ વીતરાગી રહે છે, જ્ઞાની થઇને વિષય-સુખમાં આસકત હોય એ ઉલટી રીત અસંભવ છે. ૧૮૭૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વારા, પદ-૪૧) * જિસને આત્મજ્ઞાનમાં શ્રુતજ્ઞાનકે વિના અનેક પ્રકાર વ્રત, તપ, ક્રિયા કી વહુ કેવલ માત્ર કષ્ટકો હી સહતા હૈ ઉસકા રંભાયમાનપના મિથ્યા ઇન્દ્રિયોંકે વિષયોમેં હૈ. ૧૮૭૯.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૮૮)
* * *
* સંસારમાં ઇન્દ્રિય-જન્ય જેટલા સુખ છે તે બધા આ આત્માને તીવ્ર દુ:ખ આપનારા છે. આ રીતે જે જીવ ઇન્દ્રિય-જન્ય વિષય-સુખોના સ્વરૂપનું ચિંતવન કરતો નથી તે બહિરાત્મા છે. ૧૮૮૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, રયણસાર, ગાથા-૧૩૬ ) * જેમ ગાયની માંસપેશીઓ વચ્ચે (ગાયના થાનમાં) દૂધ ( જુદું) રહે છે તેમ કર્મકાળની વચ્ચે સર્વત્ર ચેતન – આત્મા રહેલો છે; આવા વિશિષ્ટ ચેતનસ્વભાવી આત્માને કર્મસમૂહની સાથે સાદેશ્યપણું કોણ કહે ? અથવા આત્માના નિર્મળ ગુણોને છોડીને કર્મભનિત ભાવોનું ગ્રહણ કોણ કરે? ૧૮૮૧.
(શ્રી નેમીથર-વચનામૃત્ત શતક, શ્લોક-૫૫) * જીવ છે તે સંકલ્પમય છે, અને સંકલ્પ છે તે સુખ-દુઃખમય છે. હવે તે સુખદુ:ખમય સંકલ્પને જે જાણે છે તે જ જીવ છે, જે દેહુ સાથે સર્વત્ર મળી રહ્યો છે; તોપણ જાણવવાળો છે તે જીવ છે. ૧૮૮૨.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા ગાથા-૧૮૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com