________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪)
(પરમાગમ – ચિંતામણિ * આગમકે પદકો ઔરકા ઔર અર્થ કરકે જિન-આગમકે કથનકો છિપાના ચોરી જાનો તથા આત્મસ્વભાવમું રમણ ન કરકે આત્મજ્ઞાન રહિત અનેક વૃતાંકો પાલના ભી ચોરી હૈ. ૧૮૬૫.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૫૦) * ઉપવાસ કરનાર વ્યક્તિ અભિલાષપૂર્વક (ઉત્કંઠિત થયા થકા) કાન દ્વારા, ધર્મરૂપી અમૃતને પીઓ અને આલસ્ય રહિત થયા થકા જ્ઞાન અને ધ્યાનમાં તત્પર (લવલીન) રહો. ૧૮6.
(શ્રી સમંતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાર, શ્લોક-૧૪૮)
* * * * સમ્યગ્દર્શન વિના ધ્યાન હોતું નથી, કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની (શુદ્ધાત્માની) સમ્યક પ્રતીતિ વિના તેમાં નિશ્ચળ પરિણતિ ક્યાંથી થઈ શકે? માટે મોક્ષના ઉપાયભૂત ધ્યાન કરવા ઇચ્છનાર જીવે પ્રથમ તો જિનોક્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણ-પૂર્વક નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની સમ્યક પ્રતીતિનો સર્વ પ્રકારે ઉધમ કરવા યોગ્ય છે; ત્યાર પછી જ તે ચૈતન્યચમત્કારમાં વિશેષ લીનતાનો યથાર્થ ઉધમ થઈ શકે છે. ૧૮૬૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય, ગાથા-૧૪૬ના ભાવાર્થમાંથી) * આ સમ્યગ્દર્શન સંસારભયનો નાશ કરનારું છે તથા સર્વ ગુણોનો આધાર છે. આવું સમ્યગ્દર્શન અને પ્રાપ્ત થયું છે. જો સંસાર-સમુદ્રમાં આ સમ્યગ્દર્શનરૂપી રત્ન મારાથી નષ્ટ થયું તો તે અર્ધપુદ્ગલ-પરાવર્તન કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા વિના ફરી મને પ્રાપ્ત નહિ થાય. તેથી પ્રમાદ કરવો મને બિલકુલ અયોગ્ય છે. ૧૮૬૮.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, બાર ભાવના અધિકાર, ગાથા-૬૭)
* * *
* ઈસ સંસારમેં યે જ પ્રખ્યાત પુણ્યશાલી ચંદ્ર, સૂર્ય, દેવેન્દ્ર, નરેન્દ્ર, નારાયણ, બલભદ્ર આદિ કીર્તિ, કાંતિ, ધૃતિ, બુદ્ધિ, ધન ઔર બલકે ધારી હૈ, વે ભી યમરાજકી દાઢમેં જાકર, અપને-અપને સમય પર મૃત્યુકો પ્રાપ્ત હોતે હૈં, તબ દૂસરકી તો બાત હી કયા હૈ? અત: બુદ્ધિવાનોં કો ધર્મમે મન લગાના ચાહિયે. ૧૮૬૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૨૯૯, )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com