________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬)
(પરમાગમ – ચિંતામણિ * શાસ્પદ તો પોતાના ધનથી પામશો. માટે સ્વ-પર વિવેકી બની આત્મધનને ગ્રહણ કરો. પરના મમત્વને સ્વપ્નાંતરમાં ન કરો. તમારે અખંડ રત્નત્રયાદિ અનંતગુણનિધાન છે, દરિદ્રી નથી. ૧૮૨૦.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૪૦)
* * * * હે ભગવાન! આપની સ્તુતિ કરીને હું દીનતાથી વરદાન માંગતો નથી, કારણ કે આપ તો વીતરાગ છો. વળી આપની સ્તુતિ કરનારને ફળની પ્રાપ્તિ તો સ્વયં જ થઈ જાય છે, તો યાચના કરવાથી શું લાભ છે? વૃક્ષનો આશ્રય કરનાર પુરુષને છાયા સ્વયં પ્રાપ્ત થાય છે તો છાયાની યાચના કરવાથી શું લાભ છે? ૧૮૨૧.
(મહાકવિ ધનંજય, વિષાપાર સ્તોત્ર, શ્લોક-૩૮) * સમ્યક પ્રકારે સેવેલા તપનું વાસ્તવિક ફળ અનુપમ આત્મજન્ય શાશ્વત અને નિરાબાધ સુખ છે. તેવા પરમોત્કૃષ્ટ સુખપ્રાપ્તિના કારણે ચક્રવર્તી મહારાજા પ્રાપ્ત ચક્રર્તીપદ છોડી દે તો એમાં કોઈ મોટું આશ્ચર્ય નથી. પણ મહદ્ આશ્ચર્ય તો એ છે કે – સુબુદ્ધિમાન પુરુષો પણ છોડલા વિષયરૂપી વિષને ફરી ભોગવવા અર્થે સમ્યકતપરૂપી પરમ નિધાનને તજી દે છે. ૧૮૨૨.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૬૫ ) * જેના દ્વારા અતિશય ચંચળ મનને નિયમિત કરવામાં આવે છે, પૂર્વે ઉપાર્જિત કર્મનો નાશ કરવામાં આવે છે તથા જેના દ્વારા સંસારના કારણભૂત આમ્રવને રોકવામાં આવે છે, તે પૂજનીય જિનવાણીનું ઉત્તમ પ્રકારે અધ્યયન કરવું તેને સ્વાધ્યાયતપ કહેવામાં આવે છે. ૧૮૨૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિરત્નસંદોહ, શ્લોક-૮૮૯)
* * *
* જો મારા હૃદયમાં નિત્ય આનંદપ્રદ- મોક્ષપદ આપનારી ગુરુની વાણી પ્રકાશમાન છે તો ભલે મુનિજનો મારા ઉપર સ્નેહું ન કરો, ગૃહસ્થો ભલે મને ભોજન ન આપો, ભલે મારી પાસે કાંઇ પણ ધન ન હો તથા ભલે મારું શરીર પણ રોગવાળું હો તથા મને નગ્ન જોઇને લોકો ભલે મારી નિંદા કરો તો પણ મને તેમાં જરાય ખેદ નથી. ૧૮૨૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, પરમાર્થવિંશતિ, શ્લોક-૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com