________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪)
(પરમાગમ – ચિંતામણિ * સમ્યગ્દષ્ટિ પોતાનામાં ઉપયુક્ત (જોડાયેલો) હોવા છતાં પણ વાસ્તવમાં કોઈ પ્રકારના ઉત્કર્ષને (ઉન્નતિને માટે સમર્થ થતો નથી અર્થાત્ તેનો કોઈ સંવર વા નિર્જરામાં કોઈ પ્રકારનો ઉત્કર્ષ થઈ જતો નથી. તથા જો તે પરપદાર્થમાં ઉપયુક્ત થઈ ગયો હોય તો પણ તેને વાસ્તવામાં કોઈ પ્રકારનો અપકર્ષ (-હાનિ) થઈ જાય છે એવું પણ નથી. એટલા માટે પોતાનામાં પોતાની સ્થિતિ માટે પરવસ્તુથી ઉઠીને એકાકાર (આત્માકાર) કરવાની ઈચ્છાથી તમે દુઃખી ન થાઓ પરંતુ હે મહાપ્રાજ્ઞ! પ્રયોજનભૂત અર્થને સમજો ! ૧૮૦૯.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૮૬૧-૮૬૨) * જો પ્રશ્ન કરવામાં આવે કે પરમ સમાધિ દુર્લભ કેમ છે? સમાધાન–તેને (પરમ સમાધિને) રોકનાર મિથ્યાત્વ, વિષય, કષાય, નિદાનબંધ આદિ વિભાવપરિણામોનું (જીવમાં) પ્રબલપણું છે તેથી (પરમસમાધિ દુર્લભ છે ). માટે તે (પરમસમાધિ) જ નિરંતર ભાવવા યોગ્ય છે. તેની ભાવના રહિત જીવોનું ફરી ફરી સંસારમાં પતન થાય છે. કહ્યું છે કે- જો મનુષ્ય અત્યંત દુર્લભ એવી “બોધિ' ને પામીને પણ પ્રમાદી થાય છે તો તે બિચારો સંસારરૂપી ભયંકર વનમાં લાંબા સમય સુધી ભ્રમણ કરે છે. ૧૮૧૦.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-૩૫ )
* * * * જે ધર્માત્મા થઇને નિદાન કરે છે તે સમુદ્રમાં ગમન કરતી, અનેક રત્નોથી ભરેલી નાવને લોખંડને માટે તોડે છે તથા દોરાને માટે મણિમય હારને તોડે છે તથા રાખને માટે ગોસીર નામના દુર્લભ ચંદનને બાળે છે. ૧૮૧૧
(શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૨૨૩) * હે ભાઈ ભવ્ય ! સાંભળો. જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ રહે છે ત્યાં સુધી બંધ થતો નથી અને મિથ્યાત્વના ઉદયમાં અનેક બંધ થાય છે, એવી ચર્ચા સાંભળીને તમે વિષય ભોગમાં લાગી જાવ, તથા સંયમ, ધ્યાન ચારિત્રને છોડી દો અને પોતાને સમ્યકત્વી કહો તો તમારું આ કહેવું એકાન્ત મિથ્યાત્વ છે અને આત્માનું અહિત કરે છે. વિષયસુખથી વિરકત થઇને આત્મ-અનુભવ ગ્રહણ કરીને મોક્ષસુખ સન્મુખ જુઓ, એવી બુદ્ધિમત્તા તમને શોભા આપશે. ૧૮૧૨.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૪૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com