________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨)
(પરમાગમ – ચિંતામણિ * કેવો છે જીવલોક? જે સંસારમી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકરો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઇન્દ્રય વિષયના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું કરે છે. (અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે.) ૧૭૯૮.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૪)
* * * * વીતરાગી યોગી જો કુછ ચિંતવન કરે વહી ધ્યાન હૈ, ઈસ કારણ અન્ય કહુના હૈ વહ ગ્રંથકા વિસ્તાર માત્ર હૈ, વીતરાગકે સબ હી ધ્યેય હૈ. ૧૭૯૯.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ–૩૮, શ્લોક-૧૧૩, પાનું-૪૦૭).
* * * * એક મનકે ભીતર અનેક ભાવ હોતે હૈં મનકે વિચારોને કારણ કાર્યકો કિયે બિના ભી કર્મોકા બંધ હુઆ કરતા હૈ. જબ મન સક જાતા હૈ, તબ આત્માકા જ્ઞાનસ્વભાવ પ્રકાશમાન હોતા હૈ. આત્મિક સ્વભાવમું રત હોનેસે કર્મોકા ક્ષય હોતા હૈ. ૧૮OO.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૨૭૮)
* * * * આ જીવ દેહની સાથે મળી રહ્યો છે તોપણ પોતાનો જ્ઞાનગુણ તેને (દેહને) જાણે છે, તે (-જ્ઞાની) પોતાને દેહથી જુદો જ જાણે છે; વળી દેહ, જીવની સાથે મળી રહ્યો છે તો પણ તેને તે કંચુક એટલે કપડાના જામા જેવો જાણે છે, જેમ દેહથી જામો જુદો છે તેમ જીવથી દેહ જુદો છે એમ તે જાણે છે. ૧૮૦૧.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૩૧૬)
*
*
*
* હું ભિક્ષુ! અગર વિષયભોગ સામગ્રીની જ તારી વાંછા હોય તોપણ થોડો સહુનશીલ થઇ ધીરજ રાખ. તું જે ભોગાદિને ઇચ્છે છે તેથી પણ વિપુલ અને ઉત્તમ ભોગાદિ દેવલોકમાં છે. ઉત્તમ અને પકવ થતાં ભોજનને જોઈ માત્ર જલાદિ વસ્તુઓ પીઈ-પીઇ ને ભોજનની સાચી રુચિનો કેમ નાશ કરે છે? ૧૮૦૨.
( શ્રી શુભચંદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૧૬૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com