________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૦)
(પરમાગમ – ચિંતામણિ * પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોના ફળને જે પુરુષ ( તેનો સ્વામી થઇને) ભોગવતો નથી અને ખરેખર પોતાથી જ તૃપ્ત છે, તે પુરુષ, જે વર્તમાનકાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મસુખમય દશાંતરને પામે છે. ૧૭૮૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર, ટીકા, કળશ-૨૩૨ )
* * *
* જેને ઇન્દ્રિયોનો ફ્લોપશમ અતિશય તીવ્ર છે એવા ચક્રવર્તી આદિને નવ યોજન દૂરના સ્પર્શનું જ્ઞાન થાય છે. રસના-ઇન્દ્રિયથી નવ યોજન દૂર રહેલા રસને જાણે છે તથા નવ યોજન સ્થિત ધ્રાણેન્દ્રિયના વિષયભૂત ગંધને જાણે છે તથા બાર યોજન દૂરના શબ્દનું જ્ઞાન થાય છે અને સુડતાલીસ હજાર બસો ત્રેસઠ (૪૭ર૬૩) યોજનથી કંઈક અધિક દૂર રહેલા પદાર્થને ચક્ષુ-ઇન્દ્રિયથી જાણે છે. ૧૭૮૭.
(શ્રી કુંદકુંદ આચાર્ય, મૂલાચાર, પર્યાતિ અધિકાર, ગાથા-૧૦૭-૧૦૮) * હે ભોળા પ્રાણી ! તેં આ પર્યાય પહેલાં સર્વ કાર્ય “મનાપાળીયવત્' કર્યા. કોઈ. મનુષ્ય બકરીને મારવા માટે છરી ઇચ્છતો હતો અને બકરીએ જ પોતાની ખરીથી પોતાના નીચે દટાયેલી છરી કાઢી આપી. જેથી તે જ છરીથી તે મૂર્ખ બકરીનું મરણ થયું. તેમ જે કાર્યોથી તારો ઘાત થાય-બુરું થાય, તે જ કાર્ય તે કર્યું – ખરેખર તું હેય - ઉપાદેયના વિવેકથી રહિત મૂર્ખ છે. ૧૭૮૮.
(શ્રી ગુણભદ્રઆચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧00)
* * *
* સમ્યકત્વના માહાભ્યથી જ્ઞાન, તપશ્ચરણ, વ્રત, ઉપશમ, ધ્યાન વગેરે (પૂર્વે) મિથ્યારૂપ હોય તે પણ સમ્યફ થઈ જાય છે અને તેના (-સમ્યકત્વના) વિના એ બધાં ઝર સહિતના દૂધની જેમ વૃથા છે એમ જાણવું. ૧૭૮૯.
(શ્રી નેમિચંદ્રસિદ્ધાંતદેવ, બૃહદ દ્રવ્યસંગ્રહ, ગાથા-૪૧ની ટીકામાંથી) * ન કોઈ દેવ હૈ, ન કોઈ દેવી હૈ, ન વૈધ હૈ, ન કોઇ વિઘા હૈ, ન કોઈ મણિ હૈ, ન મંત્ર હૈ, ન કોઈ આશ્રય હૈ, ન કોઈ મિત્ર હૈ, ન કોઈ ઔર રાજા આદિ ઈસ તીન લોકમેં હૈ જો પ્રાણીયોંકે ઉદયમેં આયે હુએ કર્મકો રોક સકે. ૧૭૯૦.
(શ્રી પદ્મનંદિ આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્યપંચાશત, શ્લોક-૩ર )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com