________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૩૮ )
(પરમાગમ
ચિંતામણિ
* તીર્થંકર તથા ગણધરાદિ મહાપુરુષોએ અત્યંતર તથા બાહ્ય બાર પ્રકારના તપનું વર્ણન કર્યું છે તથા તેનું પાલન કર્યું છે, તે તપોમાં સ્વાધ્યાય સમાન બીજો કાઈ તપ નથી તથા થશે નહિ અર્થાત્ સ્વાધ્યાય સર્વ તપોમાં શ્રેષ્ઠ તપ છે તેથી તેની ભાવના નિરંતર કરવા યોગ્ય છે. ૧૭૭૪.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, સમયસાર અધિકાર, ગાથા-૮૨) * ધર્મનું મુખ્ય ચિહન્ આ છે કે જે જે ક્રિયા પોતાને અનિષ્ટ લાગતી હોય તે તે ક્રિયા અન્યને માટે મન -વચન- કાયાથી સ્વપ્નમાં પણ કરવી નહિ. ૧૭૭૫. (શ્રી શુભચંદ્રચાર્ય, જ્ઞાનાર્ણવ, ધર્મ ભાવના, શ્લોક-૨૧)
* સુજ્ઞજન નિરંતર આત્મામાં ચિત્ત સ્થાપીને વાણી અને શરીરની ક્રિયા કરે; જેમ પાણી ભરનારી ઘડામાં ચિત્ત સ્થાપીને ગમન વચન ઉચ્ચાર આદિ ક્રિયા કરે છે. ૧૭૭૬. (શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૪, ગાથા-૩)
* હું ગોરો છું, હું જાડો છું, અથવા પાતળો છું; એવી રીતે શરીર સાથે આત્માને એકરૂપ નહિ કરતાં સદા પોતાના આત્માને કેવળ જ્ઞાનરૂપ શરીરવાળો ધા૨વો - માનવો ૧૭૭૭.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૭૦)
* યોં હમારો કર્મ નામ બૈરી મેરા આત્માકૂ દેહરૂપી પીંજરેમેં માા સો ગર્ભમેં આયા, તિસ ક્ષણસે સદા કાલ ક્ષુધા, તૃષા, રોગ વિયોગ ઇત્યાદિ અનેક દુઃખનિકરી તસાયમાન હુઆ પડયા હું, અબ ઐસે અનેક દુ:ખનિકરિ... વ્યાપ્ત ઇસ દેહરૂપી પીંજરાત મોકું મૃત્યુ નામ રાજા વિના કૌન છુડાવૈ? ૧૭૭૮.
(મૃત્યુમહોત્સવ, શ્લોક-૫ )
* જિસ પ્રકાર દૂધકો પીકર ભી સર્પ ભી વિષસે રહિત નહીં હોતા હૈ, જિસ પ્રકર દૂધ ઔર શબ્દકે ઘડોસે સીંચા ભી નીમકા વૃક્ષ કવિ પનેકો નહીં છોડતા હૈ, તથા જિસ પ્રકાર હલોંકે દ્વારા જોતી ગઇ ભી ઉસર ભૂમિ કભી અનાજકો નહીં દેતી હૈ, ઉસી પ્રકાર સજ્જન પુરુષોંકે સમાગમમેં રહકર ભી દુર્જન ભી અપની કુટિલતાકો નહીં છોડતા. ૧૭૭૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૪૦)
* જેવી રીતે મલિન દર્પણમાં પોતાનું યથાર્થરૂપ દેખાતું નથી તેમ રાગાદિ દોષોથી મલિન આત્મ-પરિણતિમાં આત્માનું યથાર્થ સ્વરૂપ દેખાતું નથી. ૧૭૮૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, ૨૫ણસાર, ગાથા-૧૦૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com