________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૪૭
પરમાગમ – ચિંતામણિ)
* ખરેખર જે જીવને પરમાણુમાત્ર-લેશમાત્ર પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ આત્માને નથી જાણતો; અને આત્માને નહિ જાણતો થકો તે અનાત્માને (પરને) પણ નથી જાણતો; એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે? ૧૮૨૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૨૦૧-૨૦૨) * તીનોં લોકમેં જો ઇન્દ્ર આદિ પૃથ્વીના ઉદ્ધાર કરનેમેં સમર્થ થે, જો સમુદ્રક સમસ્ત જલકે પીનેમેં સમર્થ થે, જો પર્વતમું પ્રવેશ કરનેકે લિયે સમર્થ થે, જો
જ્યોતિષિયોકે સમૂહકો રોકનેકે લિયે સમર્થ થે તથા જો ચલતી હુઇ વાયુકે ખાનેમેં સમર્થ થે, પ્રસિદ્ધ મહાગુણાંકો ધારણ કરનેવાલે વે ભી જિન ઇન્દ્રિયોંકો નહીં જીત સકે ઉન ઇન્દ્રિયોંકો જો જીત ચૂકા હૈ ઉસ ઈશ્વરકો આમ કહતે હૈં. ૧૮૨૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિરત્નસંદોહ, શ્લોક-૬૪૫ ) * જેવી રીતે ધૂળધોયા ધૂળ શોધીને સોનું- ચાંદી ગ્રહણ કરે છે, અગ્નિથી ધાતુને ગાળીને સોનું જુદું પાડે છે, કાદવમાં નિર્મળી નાખવાથી તે પાણીને સાફ કરીને મેલ દૂર કરી દે છે, દહીંનું મંથન કરનાર દહીં મથીને માખણ કાઢી લે છે, હંસ દૂધ પી લે છે અને પાણી છોડી દે છે, તેવી જ રીતે જ્ઞાનીઓ ભેદવિજ્ઞાનના બળથી આત્મ-સંપદા ગ્રહણ કરે છે અને રાગ-દ્વેષ આદિ અથવા પુદ્ગલાદિ પરપદાર્થોને ત્યાગી દે છે. ૧૮૨૭.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સંવર દ્વાર. પદ-૧૦) * જિતને ભી પદાર્થ હૈં વે સબ અચેતન હૈં. ચેતન તો કેવલ એક જીવ હી હૈ, ઔર વહી સારભૂત હૈ. ઉસકો જાનકર પરમ મુનિ શીવ્ર હી સંસારસે પાર હોતા હૈ. ૧૮૨૮.
(શ્રી યોગીન્દ્રવ, યોગસાર, ગાથા-૩૬) * જીવોનો સાચો સ્વાર્થ પોતાના સ્વરૂપમાં સ્થિર થવામાં છે, ક્ષણ- ભંગુર ભોગો ભોગવવામાં નથી. ભોગો ભોગવવાથી તો તૃષ્ણા વધી જાય છે, સંતાપની શાંતિ નથી. હું સુપાર્શ્વનાથ! આપે આવો ઉપદેશ દીધો છે. ૧૮૨૯.
(શ્રી સમંતભદ્ર આચાર્ય, સ્વયંભૂ સ્તોત્ર, શ્લોક-૩૧) * જે ઇન્દ્રિયોના વિષયોથી ત્રસ-સ્થાવર જીવોની હિંસાથી વિરક્ત નથી, પરંતુ જિનેન્દ્રદેવ દ્વારા કહેલાં પ્રવચનનું શ્રદ્ધાન કરે છે તે અવિરત સમ્યગ્દષ્ટિ છે. ૧૮૩).
(શ્રી ગોમટસાર-જીવકાંડ, ગાથા-૨૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com