________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૦)
(પરમાગમ – ચિંતામણિ * હું અનાદિકાળથી આત્મસ્વરૂપથી શ્રુત થઇને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો, તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મને પોતાને હું તે જ છું- આત્મા છું એમ મેં ઓળખ્યો નહિ. ૧૭૩ર.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૧૬) * પુણ્યોદય સહિત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગ થતો જોવામાં આવે છે; જુઓ અભિમાન સહિત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા! ૧૭૩૩.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૯) * અભવ્યજીવ ભલે પ્રકાર જિનધર્મકો સુનકર ભી અપની પ્રકૃતિકો નહીં છોડતા હૈ. દષ્ટાંત હૈ કિ સર્ષ ગુડસહિત દૂધકો પીતે રહુને પર ભી વિષ રહિત નહીં હોતા હૈ. ૧૭૩૪.
( શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૩૮)
* * * * જિસ શાસ્ત્રકી સહાયતાસે પ્રાણી કાર્ય- અકાર્યકા નિશ્ચય કરતા હૈ, કામ ઔર ક્રોધકો નષ્ટ કરતા હૈ, ધર્મક વિષયમેં દઢ શ્રદ્ધાનકો ઉત્પન્ન કરતા હૈ, પાપબુદ્ધિકો દૂર કરતા હૈ, ઇન્દ્રિય વિષયોસે (ભોગસે) વિરકત હોતા હૈ, કર્મરૂપ ધૂલિકો નષ્ટ કરતા હૈ, ઔર ચિત્તકો પવિત્ર કરતા હૈ, વિદ્વાન મનુષ્યકો યહાં વ્રતીજનકે લિયે ઉસ શાસ્ત્રકા દાન કરના ચાહિયે-જ્ઞાનદાન દેના ચાહિયે. ૧૭૩પ.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૭૭)
* * * * જે અત્યંત કઠોર છે, દુ:ખોનો દૂત છે, પરદ્રવ્ય જનિત છે, અંધારિયા કૂવા સમાન છે, કોઇથી ખસેડી શકાતો નથી એવો મિથ્યાત્વ-ભાવ જીવને અનાદિકાળથી લાગી રહ્યો છે અને એ જ કારણે જીવ, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરીને અનેક અવસ્થાઓ ધારણ કરે છે. જો કોઇ જીવ કોઈ વખતે મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે અને પદ્રવ્યમાંથી મમત્વભાવ ખસેડીને શુદ્ધભાવરૂપ પરિણામ કરે તો તે ભેદવિજ્ઞાન ધોરણ કરીને બંધના કારણોને દૂર કરીને, પોતાની આત્મશક્તિથી સંસારને જીતી લે છે અર્થાત્ મુક્ત થઈ જાય છે. ૧૭૩૬.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, કર્તા-કર્મ-ક્રિયાદ્વાર, પદ-૧૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com