________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૩૩ * લોકમેં જો કુછ ભી ચેતન વ એચતન પ્રશસ્ત વસ્તુએ દિખતી હૈ ઉન સબકો હી સમ્યગ્દષ્ટિ જીવ નિર્મલ સમ્યગ્દર્શનરૂપ રત્નકે પ્રભાવસે પ્રાપ્ત કરી લેતા હૈ. ૧૭૪૫.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૮૩૨ ) * દૂધ અને પાણીની માફક અભેદવત્ મળેલા એવા જીવ અને શરીરમાં જ જ્યારે પ્રત્યક્ષ ભેદ છે તો પછી સ્પષ્ટ પરરૂપ જણાતાં સ્ત્રી, પુત્ર, ધનાદિ, ચેતનઅચેતન બાહ્ય પદાર્થોની ભિન્નતાનું તો કહેવું જ શું? એ તો પ્રગટ ભિન્ન છે એમ સમ્યપણે વિચારી આ જગતના સર્વ ચેતન-અચેતન પર પદાર્થો પ્રત્યેનો સ્નેહ વિવેકી પુરુષો છોડ છે. ૧૭૪૬.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૫૩) * જેના - શુદ્ધાત્મસ્વરૂપના - અભાવે હું સૂતો પડી રહ્યો હતો - અજ્ઞાન અવસ્થામાં હતો, વળી જેના- શુદ્ધાત્મસ્વરૂપના – સદ્દભાવમાં હું જાગી ગયો- યથાવત્ વસ્તુસ્વરૂપને જાણવા લાગ્યો, તે શુદ્ધાત્મસ્વરૂપ ઈન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય, વચનોથી અગોચર (વચનોથી નહિ કહી શકાય તેવું) અને સ્વાનુભવગમ્ય છે તે હું છું. ૧૭૪૭.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૨૪) * જિન પુરુષોને મુક્તિકો કરનેવાલે સમ્યક્તકો સ્વપ્નાવસ્થામે ભી મલિન નહીં કિયા, અતીચાર નહીં લગાયા ઉન પુરુષોકો ધન્ય હૈં, વે હી મનુષ્ય હૈં, વે હી ભલે કૃતાર્થ હૈં, વે હી શૂરવીર હૈં, વે હી પંડિત હૈં. ૧૭૪૮.
(શ્રી કુંદકુંદાચાર્ય મોક્ષપાહુડ, ગાથા-૮૯) * આત્મા અને દેહુ જુદા છે એવા ભેદજ્ઞાનથી ઉત્પન્ન થતાં આનંદથી જે પરિપૂર્ણ છે તે જ્ઞાની (બાર પ્રકારના) તપ વડે, પૂર્વના ભયાનક પાપકર્મના ફળરૂપ દુઃખને વેદતાં છતાં ખેદ પામતા નથી. ૧૭૪૯.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૪, ગાથા-૩૮) * દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઇ જાય તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે. સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો. ૧૭૫૦.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્ય પંચાશત, શ્લોક-૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com