________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૩૧ * “આ દેહ મારો છે અને હું આ દેહનો છું” આવી દઢ શ્રદ્ધા પૂર્વક દેહની સાથે જીવને પ્રીતિ છે અર્થાત્ દેહરૂપ ક્ષેત્ર વિષે ક્ષેત્રીયરૂપે એટલે સ્વામીપણે જ્યાં સુધી જીવ પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધી તપના પરમ ફળરૂપ મોક્ષની આશા રાખવી વ્યર્થ છે. દેહ પ્રત્યેની એકત્વભાવના મોક્ષમાર્ગના પ્રવાસીને એક મહાન ઇતિ (–ઉપદ્રવ) સમાન વિનરૂપ છે. ૧૭૩૭.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૨૪૨ ) * અહંતાદિકમાં ઉત્કૃષ્ટ, ભક્તિ, સર્વ પ્રાણીઓમાં કણાભાવ અને પવિત્ર ચારિત્રના અનુષ્ઠાનમાં રાગ (આ બધું) પુણ્યબંધનું કારણ છે. ૧૭૩૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, પ્રાકૃત, બંધાધિકાર, ગાથા-૩૭) * જો કે અત્યારે આ સંહનન (હાડકાનું બંધન) પરિપહો (ક્ષુધા, તૃષા આદી) સહન કરી શકતું નથી અને દુઃષમાં નામના પાંચમા કાળે તીવ્ર તપ પણ સંભવિત નથી તો પણ એ કોઈ ખેદની વાત નથી કેમ કે એ અશુભ કર્મોની પીડા છે. અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને સુરક્ષિત કરનાર મને તે કર્મકૃત પીડાથી કંઇ હાનિ નથી. ૧૭૩૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, પરમાર્થવિંશતિ, શ્લોક-૬)
* * *
* જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું.' એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા- અનુભવતા નથી. ૧૭૪).
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા-ગાથા-૪૧૩) * નટ સ્વાંગ ધરી નાચે છે, જો સ્વાંગ ન ધારે તો એ પરરૂપ નાચવું મટે. મમત્વથી પરરૂપ થઈ થઈ આ જીવ ચોરાશીના સ્વાંગ ધરી નાચે છે. મમત્વને મટાડી સહજપદને ભેટી સ્થિર રહે તો નાચવું ન થાય, ચંચળતા મટતાં ચિદાનંદનો ઉદ્ધાર થાય છે, જ્ઞાનદષ્ટિ ખૂલે છે, જરાક સ્વરૂપમાં સુસ્થિરતા થતાં ગતિભ્રમણ મટે છે, માટે જે સ્વરૂપમાં સદા સ્થિર રહે તેને ધન્ય છે. ૧૭૪૧.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૨૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com