________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૨૧ * જેવી રીતે, કોઇએ ધન પહેલાં કમાઇને ઘરમાં રાખ્યું હતું; પછી તેના પ્રત્યે મમત્મ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂતકાળમાં જે ધન કમાયો તો નહિ કામાયા સમાન જ છે; તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી
જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે. ૧૬૮૫.
(શ્રી સમયસાર, શ્લોક-રર૬નો ભાવાર્થ)
*
*
*
* શ્રુતિ (આગમજ્ઞાન), બુદ્ધિ, બળ, વીર્ય, પ્રેમ, સુંદરતા, આયુ, શરીર, કુટુંબીજન, પુત્ર, સ્ત્રી, ભાઈ ઔર પિતા અદિ સબ હી ચાલનીમેં સ્થિત પાનીકે સમાન સ્થિર નહીં હૈ- દેખતે દેખતે હી નષ્ટ હોનેવાલે હૈ, ઈસ બાતકો પ્રાણી દેખતા હૈ, તો ભી ખેદકી બાત હૈ કિ વહ મોહવશ આત્મકલ્યાણકો નહીં કરતા હૈ. ૧૬/૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૮)
* * * * જુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સુધારતા હોવા છતાં પણ તથા અનેક પ્રકારના ભોજનાદિ ભક્ષ્યો વડે પાલન કરતા હોવા છતાં પણ જલ ભરેલા કાચા ઘડાની માફક ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે. ૧૬૮૭.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૯)
* * * * સંકલેશરહિત શાંતચિત્ત, મહાન પુરુષોના ઉત્તમ ધન હૈ જિસકે દ્વારા જરા મરણસે રહિત સ્થાન પ્રાપ્ત હોતા હૈ. ૧૬૮૮.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૬૯) * યતિને કોઈ બીજા પદાર્થની સાથે જે સંયોગ થાય છે તે એક પ્રકારની આપત્તિ છે, એ જ યતિને ધનવાનોની સાથે સંગમ થઇ જવો તે મોટી – ભારે આપત્તિ છે, એ જે પુરુષ લક્ષ્મીના મદરૂપી મદિરાથી મત્ત થઈ રહેલ છે તથા મદને લઇને જેનું મુખ ઊંચું રહે છે એવા રાજાઓની સાથે સંબંધ થઇ જવો તે સંબંધ મોક્ષાભિલાષીના ચિત્તમાં મરણથી પણ અધિક દુઃખદાયક છે. ૧૬૮૯.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, પરમાર્થવિંશતિ, શ્લોક-૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com