________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૨૩ * ઉન્મત્ત પુરુષની માફક તથા વાયુથી તરંગિત સમુદ્રના તરંગોની માફક આ ભોગભિલાષા જીવોને કેવળ મિથ્યાત્વકર્મના વિપાકથી (વિપાકવશ થવાથી) વ્યર્થ જ ફૂરે છે. ૧૬૯૬.
| (શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૫૫૩) * જ્યાં ઘણા સર્પો છે તેવા વનમાં જે પુરુષ મંત્ર રહિત વિદ્યા રહિત તથા ઔષધ રહિત છે, તે અત્યંત અપ્રમાદી અર્થાત્ સાવધાન થઈને રહે છે. તેવી રીતે ક્ષાયિક સમ્યકત્વ કેવલજ્ઞાન તથા યથાખ્યાત-ચારિત્રરૂપ જે મંત્ર-વિદ્યા-ઔષધ રહિત સાધુ પણ રાગાદિક સર્પ વડે વ્યાપ્ત જે વિષયરૂપ વન, તેમાં પ્રમાદી થઇને વસતાં નથી, સાવધાન જ રહે છે. ૧૬૯૭.
(શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૧૬૯) * ઇસ સંસારમેં ચોરાશી લાખ યોનિ ઉનકે નિવાસમેં ઐસા કોઈ પ્રદેશ નહીં હૈ જિસમેં ઇસ જીવને દ્રવ્યલિંગી મુનિ હોકર ભી ભાવરહિત હોતા હુઆ ભ્રમણ ન કિયા હો. ૧૬૯૮.
(શ્રી કુંદકુંદાચર્ય, ભાવપાહુડ, ગાથા-૪૭) * અજ્ઞાની – બહિરાત્મા જેમાં શરીર-પુત્ર-મિત્રાદિ બાહ્ય પદાર્થોમાં વિશ્વાસ કરે છે તેનાથી – શરીરાદિ બાહ્ય પદાર્થોથી બીજું કોઈ ભયનું સ્થાન નથી અને જેનાથી – પરમાત્મસ્વરૂપના અનુભવથી તે ડરે છે તેનાથી બીજાં કાંઈ આત્માને નિર્ભયતાનું સ્થાન નથી. ૧૬૯૯.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાતિંત્ર, ગાથા-૨૯ ) * જે જીવ આપદાથી મૂર્ણિત થયેલો છે તે તો પાણીની એક અંજલિ છાંટવાથી પણ જીવંત થઈ જાય છે; પણ જે ગતજીવ છે – મૃત્યુ પામ્યો છે તેને તો હજારો ઘડા પાણી રેડવાથી પણ શું? (–તેમ જે જીવમાં પાત્રતા છે તે તો થોડાક ઉપદેશ વડે પણ જાગૃત થઈ જાય છે, પણ જે જીવ પાત્ર નથી તેને તો હજારો શાસ્ત્રોનો ઉપદેશ પણ નિષ્ફળ છે.) ૧૭OO.
( શ્રી મુનિવર રામસિહ, પાહુડદોહા, ગાથા-૨૨૨) * જે પુરુષ કામરૂપી અગ્નિથી પીડિત થઇને, મૈથુન વડે તે પીડાને શાંત કરવા ઇચ્છે છે તે દુર્બુદ્ધિ ઘી વડે અગ્નિને શાંત કરવા માગે છે. ૧૭૦૧.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૩, ગાથા-૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com