________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૨૭ * જ્ઞાની જીવ ચક્રવર્તી સમાન છે કારણ કે ચક્રવર્તી છ ખંડ પૃથ્વી જીતે છે, જ્ઞાની છ દ્રવ્યોને સાધે છે, ચક્રવર્તી શત્રુઓનો નાશ કરે છે. જ્ઞાની જીવ વિભાવ પરિણતિનો વિનાશ કરે છે, ચક્રવર્તીને નવનિધિ હોય છે, જ્ઞાની નવભક્તિ ધારણ કરે છે, ચક્રવર્તીને ચૌદ રત્ન હોય છે, જ્ઞાનીઓને સમ્યગ્દર્શન – જ્ઞાન-ચારિત્રના ભેદરૂપ ચૌદ રત્ન હોય છે, ચક્રવતીની પટરાણી દિગ્વિજય માટે જવાને સમયે ચપટીથી વજરત્નોનો ભૂકો કરીને ચોક પૂરે છે, જ્ઞાની જીવોની સુબુદ્ધિરૂપ પટરાણી મોક્ષમાં જવાના શુકન કરવા માટે મહામોહરૂપ વજનું ચૂર્ણ કરે છે, ચક્રવર્તીને હાથી, ઘોડા રથ, પાયદળ, એવી ચતુરંગિણી સેના હોય છે, જ્ઞાની જીવોને પ્રત્યક્ષ, પરોક્ષ, નય, પ્રમાણ અને નિક્ષેપ હોય છે. વિશેષ એ છે કે ચક્રવર્તીને શરીર હોય છે પણ જ્ઞાની જીવ દેહથી વિરકત હોવાના કારણે શરીરરહિત હોય છે. આમ જ્ઞાની જીવોનું પરાક્રમ ચક્રવર્તી સમાન છે. ૧૭૧૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, મોક્ષ, દ્વાર, પદ-૭).
* * *
* સ્વસંવેદન સ્થિરતાથી ઉપજેલો રસાસ્વાદ સ્વાનુભવ તે અનંત સુખનું મૂળ છે. એ અનુભવ ધારાપ્રવાહરૂપ જાગતાં દુઃખદાવાનલ રંચ પણ રહેતો નથી. સ્વાનુભવ ભવવાસઘાટા નાશ કરવાને પરમ પ્રચંડ પવન મુનિજન કહે છે. અનુભવસુધાનું પાન કરી અનેક ભવ્ય અમર થયાં. પરમ પૂજ્યપદને અનુભવ જ કરે છે. એ વિના સર્વ વેદ પુરાણ નિરર્થક છે, સ્મૃતિ વિસ્મૃતિ છે, શાસ્ત્રાર્થ વ્યર્થ છે તથા પૂજા મોહભજન છે. અનુભવ વિના નિર્વિઘ્નકાર્ય વિજ્ઞ છે, પરમેશ્વરકથા તે પણ જૂઠી છે, તપ પણ જૂઠ છે તથા તીર્થસેવન પણ જૂઠ છે. તર્ક, પુરાણ, વ્યાકરણ ખેદ છે. અનુભવ વિના ગામમાં ગાય-શ્વાન અને વનમાં હિરણાદિની માફક અજ્ઞાન તપસી છે. અનુભવપ્રસાદથી માણસ ગમે ત્યાં રહો – સદા પૂજ્ય છે. ૧૭૧૯.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૬૪)
* * * * જે ગતિ અરિહંત પરમાત્માઓને પ્રાપ્ત થાય છે, જે ગતિ કૃતકૃત્ય આત્માઓને પ્રાપ્ત થાય છે, જે ગતિ ક્ષીણકષાય મુનિઓને મળે છે તે ગતિની મને સદાને માટે પ્રાપ્તિ હો. ૧૭૨૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, પ્રત્યાખ્યાન અધિકાર, ગાથા-પ૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com