________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ )
(૩૨૫ * હે ભવ્ય ! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્ર સ્વરૂપ (આત્માના) શરણને સેવન કરવું આ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને અન્ય કોઈ પણ શરણ નથી. ૧૭૦૭.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૩૦)
* * *
* હું પ્રાણી! તું નિરર્થક પ્રમાદ દશાને પ્રાપ્ત ન થા! અનન્ય સુખના હેતુભૂત સમભાવને પ્રાપ્ત થા! તને એ ધનાદિથી શું પ્રયોજન છે? એ ધનાદિ અશારૂપ અગ્નિને પ્રજ્વલિત કરવામાં ઇધનની ગરજ સારે છે. નિરંતર પાપ કર્મ ઉત્પન્ન કરાવવાવાળા આ સંબંધીજનોથી પણ તને શા માટે મમત્વ રહ્યાં કરે છે? મહા મોહરૂપ સર્પના બિલ સમાન તારો આ દેહ, તેથી પણ તને શું પ્રયોજન છે? નિરર્થક પ્રમાદી થઇ રાગાદિ મહા દુઃખરૂપ ભાવોને ન ધરતાં સુખના અર્થ કેવલ એક સમભાવને જ પ્રાપ્ત થા. ૧૭૦૮.
(શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસન, શ્લોક-૬૧) * સ્થિતિકરણ અંગની જેમ વાત્સલ્ય અંગ પણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. પરિષહ- ઉપસર્ગાદિ દ્વારા પીડિત થવા છતાં પણ કોઈ શુભ આચરણમાં, જ્ઞાન અને ધ્યાનમાં શિથિલતા ન આવવા દેવી તે સ્વાત્મસંબંધી વાત્સલ્ય છે ને સંયમીઓ ઉપર ઘોર પરિષહ ઉપસર્ગાદિક આવી પડતાં તેમની બાધા દૂર કરવાનો ભાવ થવો તે પરવાત્સલ્ય છે. ૧૭૦૯.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકાંડ શ્રાવકાચાર, શ્લોક-૧૭ ના ભાવાર્થમાંથી)
*
* *
* સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણાં જ લૂખા છે, તેથી ભોગ એવો લાગે છે જો કોઇ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે. જે કોઇ મિથ્યાદષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે તેઓ પરિણામોથી ચીકણા છે, મિથ્યાત્વભાવના એવા જ પરિણામ છે. ૧૭૧૦.
(શ્રી રાજમલજી, કળશટીકા, – ૧૩૭) * જેવી રીતે કર્મ આત્માનું સ્વરૂપ નથી તેવી જ રીતે તેના કાર્યભૂત વિકલ્પોનો સમૂહ પણ આત્માનું સ્વરૂપ નથી. તેથી તેમનામાં આત્મબુદ્ધિ અર્થાત્ મમત્વબુદ્ધિથી રહિત થયેલ મુમુક્ષુ જીવ સુખી થાય છે. ૧૭૧૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત્ શ્લોક-૨૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com