________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮)
(પરમાગમ – ચિંતામણિ * હે સાધુ! જેમણે દેશન્યૂન કોટી પૂર્વ સુધી ચારિત્રનું પાલન કર્યું છે એવા મુનિ પણ મરણ સમયે પૂર્વ જન્મના કરેલા પાપના તીવ્ર ઉદયથી રત્નત્રયથી શ્રુત થાય છે માટે તે ભલે રત્નત્રયનું આજ સુધી નિરઅતિચાર પાલન કર્યું છે તો પણ આગળ મરણ સમયે તીવ્ર પાપોદયથી રત્નત્રયથી ભ્રષ્ટ થવાની સંભાવના છે એમ જાણ. (માટે મરણ સમયે અત્યંત સાવધાન રહેજે.) ૧૬૧૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, બૃહપ્રત્યાખ્યાન અધિકાર, ગાથા-૮0) * છતી વસ્તુને અછતી કેમ કરો છો? છતી વસ્તુ અછતી થાય નહિ. પૂર્વે ભૂલથી છતીને અછતી માની હતી (તેથી) તેનું અનાદિ દુઃખરૂપ ફળ પામ્યો હતો. હવે શરીરને આત્મા કેમ માનીએ? એ તો લોહીથી, વીર્યથી સાત ધાતુનું બનેલું જડ, વિજાતીય, નાશવાન અને પર છે. તે (શરીર) મારી ચેતના નથી. ૧૬૧૬.
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૧૩)
*
*
*
* જેમાં જરા પણ ધૂમાડો નથી, જે પવનના ઝપાટાથી બુઝાઈ જતો નથી, જે એક ક્ષણમાં કર્મરૂપી પતંગીયાઓને બાળી નાખે છે, જેમાં બત્તીનું ઢાંકણ નથી અને જેમાં ઘી, તેલ વગેરે આવશ્યક નથી, જે મોહરૂપી અંધકારને મટાડે છે, જેમાં કિંચિત પણ આંચ નથી તેમ જ ન રાગની લાલાશ છે, જેમાં સમતા, સમાધિ અને યોગ પ્રકાશિત રહે છે તે જ્ઞાનની અખંડ જ્યોતિ સ્વયંસિદ્ધ આત્મામાં સ્કુરિત થઈ છે – શરીરમાં નથી. ૧૬૧૭.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૩૮) * જિનકે હાથ, નાક આદિ અવયવ કટે હોં તથા જો વિરૂપ હોં, ઔર જો દરિદ્રી તથા રોગી હો વા કુલ જાત્યાદિસે હીન હોં ઉનકા ભૂષણ સત્ય વચન બોલના હી હૈ. અર્થાત્ યહી ઉનકી શોભા કરનેવાલા હૈ. કયોંકિ જ ઉક્ત સમસ્ત બાતોસે હીન ઔર સત્ય વચન બોલતા હો. ઉનકી સબ કોઈ પ્રસંશા કરતે હૈં. ૧૬૧૮.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯, શ્લોક-૩૦) * ભૂખ-તરસ વગેરે દ્વારા જે કાંઈ પણ દુઃખ થાય છે તે બધું શરીરાશ્રિત છે, નિશ્ચયથી તે (દુઃખ) મને નથી, કારણ કે હું સ્વભાવે બાધારહિત છું. ૧૬૧૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, શ્લોક-૨૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com