________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨)
(પરમાગમ – ચિંતામણિ * સમ્યકત્વસહિત ઉત્તમ ધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો તોપણ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યકત્વ સહિત ઉત્તમ ધર્મથી ચાંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે. ૧૬૩પ.
(સ્વામીકાર્તિક, બાર અનુપક્ષા, ગાથા-૪૩૧) * પોતાના કર્મ પ્રમાણે કૂતરો પણ પોતાનું પેટ ભરે છે અને રાજા પણ પોતાનું પેટ ભરે છે. પણ પ્રસંશનીય મનુષ્યભવ, ધન અને વિવેક બુદ્ધિ પ્રાપ્ત કરવાનું અહીં એ જ પ્રયોજન છે કે નિરંતર પાત્રદાન આપવામાં આવે. ૧૬૩૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશતિ, દાન અધિકાર, શ્લોક-૪૧) * યહુ કામ દોષોંકી ખાન હૈ ઔર ગુણકા નાશ કરનેવાલા હૈ. પાપકા નિજબંધુ હૈ ઔર યહી બડી બડી આપત્તિયોંકી સંગમ કરાનેવાલા હૈ. ૧૬૩૭.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૦૪) * જેમ બીજ વડે વૃક્ષની જડ અને અંકુરો થાય છે, તેમ મોહરૂપી બીજથી આત્મામાં સંસારરૂપ વિસ્તીર્ણ વૃક્ષની અતત્ત્વ શ્રદ્ધાનરૂપ જડ ને રાગદ્વેષરૂપી અંકુરો થાય છે. જે જીવ એ અનાદિ અતત્ત્વશ્રદ્ધાન તથા રાગદ્વેષને સર્વથા ક્ષીણ કરવા ઇચ્છે છે તેણે પ્રખર જ્ઞાનરૂપ અગ્નિનું સમ્યક પ્રકારે નિયમિત સેવન કરવું. ૧૬૩૮.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૮૨)
* * *
* પોતાની જાતે પોતાનું સ્વરૂપ સંભાળવાથી અથવા શ્રી ગુરુના મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી જેમને ભેદજ્ઞાન જાગૃત થયું છે અર્થાત્ સ્વપર વિવેકની જ્ઞાનશક્તિ પ્રગટ થઇ છે, તે મહાત્માઓને જીવન – મુક્ત અવસ્થા પ્રાપ્ત થઇ જાય છે. તેમના નિર્મળ દર્પણ જેવા સ્વચ્છ આત્મામાં અનંત ભાવ ઝળકે છે પરંતુ તેનાથી કાંઈ વિકાર થતો નથી. તેઓ સદા આનંદમાં મસ્ત રહે છે. ૧૬૩૯.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવ દ્વાર, પદ – ૨૨) * લોકમેં મૂર્ખ મનુષ્ય અપસે હીન જનોંકો દેખકર હૃદયમેં અભિમાન કરતા હૈ ઔર બુદ્ધિમાન મનુષ્ય અપસે અધિક ગુણવાલે મનુષ્યાંકો દેખકર ઉસ ગર્વકો બહુત દૂર કરતા હૈ, ઐસા આગમકે અભ્યાસને નિર્મલતાકો પ્રાપ્ત હુઇ બુદ્ધિકે ધારક મુનિજન નિરૂપણ કરતે હૈ. ૧૬૪).
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, ગાથા-૫૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com