________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૧૭
પરમાગમ – ચિંતામણિ)
* ધર્મના પ્રભાવથી મભૂમિમાં પણ કમળોથી વ્યાસ સરોવર પ્રાપ્ત થઈ જાય છે, જંગલમાં પણ ઉન્નત મહેલ બની જાય છે, પર્વતના શિખર પર પણ આનંદોત્પાદક સ્ત્રીઓ અને શ્રેષ્ઠ રત્ન પણ પ્રાપ્ત થઈ જાય છે. એ સિવાય ઉકત ધર્મના જ પ્રભાવથી ભીત ઉપર અથવા લાકડામાંથી બનાવેલ દેવતા પણ સિદ્ધિદાયક થાય છે, બરાબર છે – અહીં પ્રાણીઓને કયા કયા ઇષ્ટ પદાર્થ પ્રાપ્ત કરાવતો નથી? બધું જ પ્રાપ્ત કરાવે છે. ૧૬૬૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૮૭)
* * *
* જેમના હૃદયમાં નિજ-પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન સમાન શીતળ છે અર્થાત્ કષાયોનો આતાપ નથી અને નિજ પર વિવેક થવાથી જે મોક્ષમાર્ગમાં મોજ કરે છે, જે સંસારમાં અરહંત દેવના લઘુપુત્ર છે અર્થાત્ થોડા જ સમયમાં અરહંત પદ પ્રાપ્ત કરનાર છે, જેમને મિથ્યાદર્શનનો નાશ કરનાર નિર્મળ સમ્યગ્દર્શન પ્રગટ થયું છે તેમ સમ્યગ્દષ્ટિ જીવોની આનંદમય અવસ્થાનો નિશ્ચય કરીને પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર કરે છે. ૧૬૬૪.
(શ્રી બનારસીદાસજી, નાટક - સમયસાર, મંગલાચરણ, પદ-૬) * આચાર્ય કહતે હૈં કિ બહુત કહુનેસે કયા? ધર્મ, અર્થ, કામ, મોક્ષ ઔર અન્ય જો કુછ વ્યાપાર હૈ વહ સબ હી શુદ્ધભાવમં સમસ્ત રૂપસે સ્થિત હૈ. ૧૬૬૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૬૪) * કામરૂપી સર્પ અત્યંત ભયાનક હૈ, અંતરંગ વિચારસે હી ઉત્પન્ન હોતા હૈ. ઇસકે રાગ-દ્વેષરૂપી દો જબાને હૈ. ઈસકા વશ કરના બહુત કઠિન હૈ. ૧૬૬૬.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૯૭)
* * *
* જેણે ત્રણે ભુવન નીચાં કરી રાખ્યાં છે એવી એ આશારૂપ ખાણ અત્યંત અગાધ છે. સંસારપરિણામી જીવોએ અગાધ દ્રવ્ય આજ સુધી નાખ નાખ કરવાં છતાં પણ હજુ સુધી કોઇથી પણ નહિ પુરાએલી એવી એ આશારૂપ ખાણને પુરુષોએ તેમાં રેહલાં ધનાદિને કાઢી કાઢીને પૂર્ણ કરી, એ એક પરમ આશ્ચર્ય છે. ૧૬૬૭.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૫૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com