________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦)
(પરમાગમ – ચિંતામણિ * મને મારા આત્મસ્વરૂપને નહિ દેખતો આ લોક – અજ્ઞાની પ્રાણી ગણ મારો શત્રુ નથી અને મિત્ર નથી, તથા મને – મારા આત્મસ્વરૂપને યથાર્થ પણે દેખાતો આ લોક-જ્ઞાની જીવગણ ન મારો શત્રુ છે અને ન મિત્ર છે. ૧૬૨૫.
( શ્રી પૂજ્યપાસ્વામી સમાધિતંત્ર, ગાથા-ર૬) * જો હલાહલ વિષ શીધ્ર હી પ્રાણોકો હરનેવાલા હૈ ઉસકા પી લેના કહીં અચ્છા હૈ, પરંતુ પ્રાણીયાંકો નિરંતર દુઃખ દેનેવાલે મધુકા ભક્ષણ કરવા યોગ્ય નહીં હૈ. ૧૬ર૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૫૫૧)
* * *
* ચંડાલ, ઉલૂ (ઘૂવડ), બિલાવ, ભડિયા ઔર કુત્તા આદિ યદ્યપિ નિંદિત હૈ તથાપિ ઇન્ડે અનેક લોગ અંગીકાર કરતે હૈં, પરંતુ અસત્યવાદીયોકો કોઇ અંગીકાર નહિ કરતાં. અતએ અસત્યવાદી ઇન સબસે ભી અધિક નીંદનીય હૈ. ૧૬ર૭.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯, શ્લોક-૩૫ ) * અવસર મળતાં જ્યારથી આત્માએ વિભાવ પરિણતિ છોડીને નિજસ્વભાવનું ગ્રહણ કર્યું છે, ત્યારથી જે જે વાતો ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય હતી તે તે બધીનું ગ્રહણ કર્યું છે અને જે જે વાતો હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય હતી તે તે બધી છોડી દીધી છે. હવે ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય કાંઇ રહી ગયું નથી અને નવું કામ કરવાનું બાકી હોય એવું પણ કાંઇ બાકી રહ્યું નથી, પરિગ્રહ છોડી દીધો, શરીર છોડી દીધું, વચનની ક્રિયાથી રહિત થયો, મનના વિકલ્પો છોડી દીધાં, ઇન્દ્રિયજનિત જ્ઞાન છોડયું અને આત્માને શુદ્ધ કર્યો. ૧૬૨૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સર્વવિશુદ્ધિ દ્વાર, પદ–૧૦૯)
* * *
* આચાર્ય કહે છે કે ભવ્ય જીવો! ત્રણ લોકરૂપી ઘરના સ્વામી એવા ચૈતન્યસ્વરૂપ તેજને તમે સમજો; કેમ કે હું એવી શંકા કરુ કે એક ચૈતન્યસ્વરૂપ તેજ વિના આ ત્રણ લોકરૂપી ઘર પણ વન સમાન છે. ૧૬ર૯.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વસપ્તતિ, શ્લોક-૫૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com